ક્રિકેટનાં વિશ્વકપની મહત્વની મેચમાં ભારતનો મુકાબલો આજે વેસ્ટ ઇંડિઝ સાથે થવાનો છે. માનચેસ્ટરમાં રમાવવાની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયાએ તેની પ્લેઈંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નથી કર્યો. જ્યારે વેસ્ટ ઇંડિઝે તેની ટીમમાં એશ્લે નર્સ અને એલ્વીન લ્યુઇસનાં બદલે સુનિલ અંબરીસ અને ફાબિયન એલનનો ટીમમાં સમાવેશ કર્યો છે.
#ViratKohli has opted to bat in Manchester! 🏏
This is the ninth #WIvIND clash in World Cups – who will come out on top today? #CWC19#MenInMaroon#TeamIndia pic.twitter.com/R6cKAAScgN
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
માનચેસ્ટરની પીચ રિપોર્ટ જોઇએ તો આ પીચ પર સ્લો બોલ અને કટ થનારા બોલ વધારે અસરકારક નીવડશે. આ સિવાય પીચ ટર્ન પણ લેશે જેના કારણે બે સ્પીનર રમાડતી ભારતીય ટીમને ફાયદો થઇ શકે છે. પીચની સરફેસ સારી હોવાને કારણે મોટો સ્કોર પણ થઇ શકે છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
આપને જણાવી દઇએ કે, ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ એક માત્ર ટીમ છે કે જે પોતાની એક પણ મેચ હારી નથી. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ પણ પોતાની દરેક મેચ જીત્યુ હતુ પરંતુ ગત મેચમાં પાકિસ્તાન સામે હાર મળ્યા બાદ હવે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની અજેય ટીમ બની છે. જોવાનુ રહેશે કે તે આ મેચને જીતી ટૂર્નામેન્ટમાં અજેય બની રહે છે કે નહી.
Pakistan are now just one point of fourth place 👀 #CWC19 | #NZvPAK | #WeHaveWeWill pic.twitter.com/T9AVFjjPD5
— ICC Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
ભારત
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી
વેસ્ટઇન્ડીઝ
ક્રિસ ગેલ, શાઇ હૉપ, નિકોલસ પૂરન, શિમરન હેટમાયર, જેસન હૉલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફેબિએન એલેન, કેમર રૉચ, શેલ્ડન કૉટ્રેલ, ઓશાને થોમસ, શેનન ગેબ્રેલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
