Not Set/ કાશ્મીર સમસ્યા માટે માત્ર કોંગ્રેસ જવાબદાર કહી ગૃહમંત્રીએ કર્યા શાબ્દિક પ્રહાર

આજે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ તેમના અંદાજમાં કોંગ્રેસ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ કે, દેશનાં વિભાજનની ભૂલ કોણે કરી. વળી તેમણે જમ્મુ-કાશ્મીરનાં મુદ્દા પર ચાલતી ચર્ચામાં જવાબ આપતા પોતાની સરકારનાં વખાણ કર્યા અને કહ્યુ કે, અમે આતંકનો વિરુદ્ધ ઘરમાં ઘૂસીને સફાયો કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે દેશનાં પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની […]

Top Stories India

આજે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ તેમના અંદાજમાં કોંગ્રેસ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ કે, દેશનાં વિભાજનની ભૂલ કોણે કરી. વળી તેમણે જમ્મુ-કાશ્મીરનાં મુદ્દા પર ચાલતી ચર્ચામાં જવાબ આપતા પોતાની સરકારનાં વખાણ કર્યા અને કહ્યુ કે, અમે આતંકનો વિરુદ્ધ ઘરમાં ઘૂસીને સફાયો કર્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે દેશનાં પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની કાશ્મીર નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, જ્યારે અમારી સેના પાકિસ્તાનથી આવી રહેલા કાબાયિલોને કાશ્મીરથી દૂર કરી રહી હતી ત્યારે યુદ્ધ વિરામની ઘોષણા કોણે કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે, તત્કાલિન વડાપ્રધાને દેશનાં ગૃહમંત્રી સરદાર પટેલનો પણ ભરોસામાં લીધા નહોતા. તેમણે કહ્યુ કે, જૂનાગઢ અને હૈદરાબાદમાં પણ આવી જ કઇક સમસ્યા હતી પરંતુ તેને પટેલજીએ હલ કરી હતી. પરંતુ કાશ્મીરની જવાબદારી પંડિત નેહરૂનાં હાથમાં હતી.

અમિત શાહનાં આ નિવેદન બાદ સદનમાં ઘણા સમય સુધી હંગામો ચાલતો રહ્યો. અમિત શાહે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરની જનતાની વચ્ચે દિવાર ઉભી કરવામાં આવી. અમિત શાહે કહ્યુ કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ નિવેદન આપનારને સુરક્ષા આપવામા આવતી હતી. અમારી સરકારે આવા 919 લોકોની સુરક્ષા પાંછી ખેંચી લીધી છે.

અમિત શાહએ વધુમા કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરની સમસ્યા ભાજપ દ્વારા ઉભી નથી થઇ. અહી વારંવાર લોકતંત્રનો મજાક ઉડાવવામાં આવ્યો છે. શ્યામા પ્રસાદ મુખર્જીની સંદેહાસ્પદ મોત પણ થઇ ગઇ હતી. તેમણે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અટલ બિહારી વાજપાઇએ કરાવી હતી. અહી અમારા દ્વારા ચૂંટમી પ્રક્રિયા શરૂ થઇ શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.