ધાનેરા બસ સ્ટેન્ડની પાસે રેફરલ હોસ્પિટલ આવેલી છે. અહીંયા દિવસે હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેમ છતા ધોળા દિવસે જ દારૂડિયાઓએ આ રેફરલ હોસ્પિટલને અડ્ડો બનાવી દીધું છે. વારંવાર મીડિયામાં આવવા છતાં પણ પોલીસ અને વહીવટીતંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં ન લેતા વારંવાર દારૂડિયા નાટક કરતા જોવા મળી રહ્યા છે.
શુક્રવારે એક મહાશયએ ફૂલ પીધેલી હાલતમાં આવીને હોસ્પિટલને માથે લીધું હતું અને સાથે તે હોસ્પિટલનાં સ્ટાફ સાથે ગેરવર્તન કરતા પણ જોવા મળ્યો હતો. ગાળો બોલતા દારૂડિયાઓનાં કારણે મહિલાઓને હોસ્પિટલ આવવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં પણ વહીવટીતંત્ર જાગતું નથી.
અહી શુક્રવારનાં રોજ દારૂડિયાએ ખૂબ ધમાલ મચાવતા કંટાળી ગયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. જાણ થતા પોલીસ અહી આવી અને આ મહાશય ને લઈ ગઈ હતી. અહીંયા સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે આવું કેટલા દિવસ ચાલશે? શું દારૂડિયાનાં ત્રાસથી રેફરલ હોસ્પિટલને મુક્તિ મળશે ખરી? કે પછી આવનારા દર્દીને પડતી હાલાકીની વહીવટીતંત્રને કોઈ પડી જ નથી. ધાનેરા પોલીસ પણ દારૂબંધીનાં કડક કાયદાનાં દાવા કરી રહી છે ત્યારે અહીયા આવા દારૂડિયાનાં નાટક પણ લાલ બત્તી સમાન સાબિત થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
