Not Set/ સેના દ્રારા કાશ્મીરનાં બડગામમાં વધુ એક આતંકી ઠાર મારવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરનાં બડગામ જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં વધુ આતંકીનો ખાતમો કરવામાં આવ્યો છે. સુરક્ષાદળો દ્રારા કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. કાશ્મીરનાં એક પોલીસ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતી મેળવ્યા પછી, સુરક્ષા દળોએ મધ્ય કાશ્મીરનાં બડગામ જિલ્લાનાં બાગગામ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓરપેશન ચાલી […]

Top Stories India
જમ્મુ-કાશ્મીરનાં બડગામ જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં વધુ આતંકીનો ખાતમો કરવામાં આવ્યો છે. સુરક્ષાદળો દ્રારા કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.
File photo
કાશ્મીરનાં એક પોલીસ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતી મેળવ્યા પછી, સુરક્ષા દળોએ મધ્ય કાશ્મીરનાં બડગામ જિલ્લાનાં બાગગામ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓરપેશન ચાલી રહ્યું હતું ત્યારે જ આ વિસ્તારમાં છુંપાયેલા આતંકી દ્રારા સેના પર ફાયરીંગ શરુ કરવામા આવ્યું હતું. આતંકીનાં ફાયરીંગ સામે સેના દ્રારા જવાબી ફાયરીંગમાં આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.
 ફાઇલ ફોટો – કાશ્મીર આતંકી – સેના અથડામણ

 

અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળો દ્રારા હાલ પણ આ વિસ્તારમાં વધુ આતંકી છુપાયેલા હોવાની આશંચકા સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને સેના આવા તમામ આતંકીને ઝેર કરવા પૂર્ણ રુપે કટ્ટીબધ છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.