Not Set/ ભારે વરસાદનાં કારણે મુંબઇની લાઇફ લાઇન અટકી પડી, લોકલ સેવા ખોરંભે

છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદે હદયની માફક કાયમ માટે અવિરત ઘબકતા રહેલા મુંબઇને  ઠંડુ ગાર કરી દીધું છે. ભારે વરસાદનાં પગલે મુંબઇમાં જ્યાં જોવો ત્યાં પાણી હી પાણી જોવા માળી રહ્યું છે. અને તેમા પણ છેલ્લા દિવસોમાં દરિયામાં હાઇ ટાઇડ નોંધવામા આવતા મુંબઇ જાણે કે “વેનીસ” માં ફેરવાઇ ગયું હોય તેમ રોડ, રસ્તા, […]

Top Stories India

છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદે હદયની માફક કાયમ માટે અવિરત ઘબકતા રહેલા મુંબઇને  ઠંડુ ગાર કરી દીધું છે. ભારે વરસાદનાં પગલે મુંબઇમાં જ્યાં જોવો ત્યાં પાણી હી પાણી જોવા માળી રહ્યું છે. અને તેમા પણ છેલ્લા દિવસોમાં દરિયામાં હાઇ ટાઇડ નોંધવામા આવતા મુંબઇ જાણે કે “વેનીસ” માં ફેરવાઇ ગયું હોય તેમ રોડ, રસ્તા, શેરી, ગલીઓ નદીઓમાં ફેરવાઇ ગઇ છે.

માંડીને વાત કરવામા આવે તો મુંબઇમાં આમતો છેલ્લા ત્રણ દિવસથી વરસાદ અવિરત વર્ષી રહ્યો છે. પરંતુ કાલ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 91.22 મિમિ. વરસાદ ખાબક્યો હતો. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતા મુંબઇની લાઇફ લાઇન માનવામા આવતી મુંબઇની લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે જેને કારણે લોકોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. આ ઉપરાંત અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર થયા છે. તો અનેક ટ્રેનો માડી ચાલી રહી છે કે કેન્સલ કરવી પડી છે. મુંબઇ માટે કહેવાય છે કે 24 કલાક ધબકતું રહેતું મુંબઇમાં જો લોકલ ટ્રેન સેવા બંધ થઇ જાય તો કોમામાં સરી પડ્યું હોય તેવું ભાંસે છે.

એક તરફ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે.તો બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં મુંબઇ અને આજુ-બાજુના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે મુંબઇ અને કોંકણમાં અતિ ભારે વરસાદની ચેતાવણી આપી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.