લોકસભાની ચૂંટણી 2019 માં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપવા પર જીદે ભરાયા છે અને સતત ઉત્તરાધિકાર પસંદ કરવાનું કહી રહ્યા છે.
જો કે, કોંગ્રેસના નેતાઓથી લઈને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા રોકવા માટે રાહુલ ગાંધીને સમજાવવા સતત પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરે કોંગ્રેસ ઓફિસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.
રાહુલ ગાંધીના રાજીનામું આપવાના નિર્ણયથી નાખુશ, કોંગ્રેસના કાર્યકરે પોતાને ફાંસી લગાવો પ્રયાસ કર્યો. જો કે, ત્યાં હાજર પોલીસ અને સુરક્ષા દળોએ કોંગ્રેસના કાર્યકરને આમ કરવાનું રોકી લીધો.
Delhi: A Congress worker attempted suicide by trying to hang himself outside Congress Office. He says, "Rahul Gandhi should take back his resignation else I will hang myself." pic.twitter.com/AhoClvzEPk
— ANI (@ANI) July 2, 2019
સમાચાર એજન્સી અનુસાર, દિલ્હીમાં કોંગ્રેસ કાર્યલયની બહાર એક કાર્યકરે પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. તેનું કહેવું છે કે રાહુલ ગાંધીએ રાજીનામું પાછું ખેંચવું જોઈએ, નહીં તો તે ફાંસી લગાવી લેશે.
આપને જણાવીએ દઈએ કે રાહુલ ગાંધી ઘણીવાર કહી ચુક્યા છે કે તેઓ તેમના નિર્ણય પર દૃઢ છે અને કોંગ્રેસને અન્ય પ્રમુખની શોધ કરવી પડશે. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી બેઠકમાં રાહુલ ગાંધીએ સાંસદો અને નેતાઓની હાજરીમાં કહ્યું છે કે તેઓ કોંગ્રેસ પ્રમુખ તરીકે રહેવા નથી માંગતા.
