ભારતીય ક્રિકેટ ટીમનો એક એવો ખેલાડી કે જેની કેપ્ટનશીપમાં ભારતે આઈસીસીનાં ત્રણેય વિશ્વકપમાં જીત મેળવી છે. તે(એમ.એસ.ધોની) આ વિશ્વકપ 2019માં કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જેને લઇને હવે ક્રિકેટ પ્રેમઓથી લઇને એક્સપર્ટ આલોચનાઓ કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વકપ 2019માં બાંગ્લાદેશને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી ચુકી છે. ટીમ ઈંન્ડિયાએ 2 જુલાઈનાં રોજ બાંગ્લાદેશની વિરુદ્ધ મેચમાં 28 રનોથી જીત મેળવી હતી. છેલ્લા બે મુકાબલામાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ઈંનિગ્સની અંતિમમાં આવીને ટીમને સંભાળવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે તેની બેટિંગ થોડી ધીમી રહી જાય છે. જેને કારણે હવે સંજય માંજરેકરે ધોની પર કોમેન્ટ કરી છે.
Still i have played twice the number of matches you have played and i m still playing. Learn to respect ppl who have achieved.i have heard enough of your verbal diarrhoea.@sanjaymanjrekar
— Ravindrasinh jadeja (@imjadeja) July 3, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
આઈસીસી વિશ્વકપમાં મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કરવામાં આવેલી ધીમી બેટિંગનાં કારણે તે સોશિયલ મીડિયામાં ઘણો ટ્રોલ થયો હતો. બાંગ્લાદેશની વિરુદ્ધ પણ ધોની મેચની અંતિમ ઓવરમાં બે ડોટ રમી ગયા બાદ આઉટ થઇ ગયો હતો, જે પછી કોમેન્ટેટર સંજય માંજરેકરે પણ ધોની પર કોમેન્ટ કરી હતી. જો કે તે પછી દર્શકોએ થોડી ક્ષણોમાં જ માંજરેકરને ટ્વિટર પર ટ્રોલ કરી દીધો હતો. સંજય માંજરેકરને લઇને ટીમનાં ખેલાડી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર તેમને લતાડ્યા. સંજય માંજરેકરને ટેગ કરતા જાડેજાએ કડક શબ્દોમાં ટ્વિટર પર લખ્યુ કે, ‘મે તમારા કરતા બે ગણી ક્રિકેટ મેચ રમી છે અને અત્યારે પણ રમી રહ્યો છું. જેણે કઇક મેળવ્યુ છે તેનુ સમ્માન કરતા શીખો. હુ તમારી બહુ બકવાસ સાંભળી ચુક્યો છે.’ જો કે આ ટ્વિટ બાદ હજુ સુધી સંજય માંજરેકર તરફથી કોઇ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.
Even after today’s win a few issues that need to be addressed for India to become a fool proof team. Rahul still not convincing as opener, Shami as death bowler is a concern now & the Dhoni conundrum#teamIndia
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) July 2, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ઉલ્લેખનીય છે કે, સંજય મંજરેકરે પોતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ હતુ કે, “થોડા મુદ્દાઓ પછી પણ, આજની વિજય પછી ટીમ ઈંન્ડિયા સંપૂર્ણપણે સુરક્ષિત ટીમ બની ગઈ છે. રાહુલ હજુ પણ ઓપનિંગમાં ફિટ નથી બેસી રહ્યો, શમીની ડેથ ઓવરોમાં બોલિંગ ચિંતાનો વિષય છે અને ધોનીનું કોકડું હજુ ગુંચવાયેલુ છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
