Not Set/ ગુજરાતનાં આ વિસ્તારોમાં આવતા 24 કલાક બાદ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ

શનિ અને રવિવારે વલસાડમાં બારેય મેઘ ખાંગા થયા બાદ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 24 કલાક પછી 9 અને 10 તારીખની વાત કરીએ તો દક્ષિણ […]

Top Stories Gujarat

શનિ અને રવિવારે વલસાડમાં બારેય મેઘ ખાંગા થયા બાદ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 24 કલાક પછી 9 અને 10 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.

મહત્વનું છે કે, આ વર્ષનાં ચોમાસામાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના દેખાઈ રહી છે. શનિવાર અને રવિવાર દરમિયાન વાપી, કપરાડા અને દમણમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ઉમરગામ અને દાદરામાં 13 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન ખાતા દ્રારા વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરુચ, વડોદરા, ડાંગ, દાહોદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

મહત્વનું છે કે, રવિવારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને વાપીમાં થયેલા ભારે વરસાદનાં કારણે જનજીવન પર માઠી અસર પડી છે. ઠેકઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે વલસાડ અને વાપીમાં ભારે વરસાદ બાદ નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડનાં નેશનલ હાઇવે પર પણ પાણી ભરાઇ જતાં ટ્રાફિક જામ થયો હતો.

વલસાડમાં અનેક વિસ્તારોમાં  NDRFની મદદથી લોકોને સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ભારે વરસાદનાં કારણે કોઝવે પર પણ પાણી ફરી વળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.