Not Set/ કચ્છ: ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં 5 લોકોનાં મોત, 10 ઘાયલ

કચ્છનાં માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતની આ દુર્ધટનામાં  5 લોકોના મોતનાં ભોગ લેવાયા હોવાનું સામે આવી રહ્યું છે. તો અકસ્માતમાં 10 કરતા પણ વધારે લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. તેમા ઇજાગ્રસ્તોને સ્થાનીક લોકો અને પોલીસ તેમજ રાજ્ય મેડીકલ ટીમ દ્વારા નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે તુરંતમાં […]

Top Stories Gujarat Others

કચ્છનાં માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતની આ દુર્ધટનામાં  5 લોકોના મોતનાં ભોગ લેવાયા હોવાનું સામે આવી રહ્યું છે. તો અકસ્માતમાં 10 કરતા પણ વધારે લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. તેમા ઇજાગ્રસ્તોને સ્થાનીક લોકો અને પોલીસ તેમજ રાજ્ય મેડીકલ ટીમ દ્વારા નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે તુરંતમાં ખસેડવામા આવ્યા હતા.

અકસ્માત ટ્રક, રીક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો હતો. માતાનાં મઢ તરફથી આવી રહેલા ટ્રક સાથે સામેથી આવી રહેલ રીક્ષા વિલમાં ખામી સર્જાવાને કારણે અચાનક ધડાકા ભેર અથડાઇ હતી. તો સાથે સાથે બાઇક પણ આ ટકકરની ઝપેટમાં આવી ગયું હતુ. આ ગમખ્વાર ત્રીપલ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થાયા હતા. રોડ પર રો-કકડ અને ચિચીયારીઓ ગુંજી ઊઠી હતી.

ઘટનાની જાણ થતાં માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે ખસેડવામાં મદદ રુપ થયા હતા. અકસ્માતનાં પગલે ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર વાહનોની લાઈનો લાગી હતી. હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનોએ ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.