Not Set/ આખરે,અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરે કેસરિયો ધારણ કરી લીધો

અમદાવાદ, લાંબા સમયની અટકળનો અંત લાવતા કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુકેલા અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઠાકોરે આજે કેસરિયો ધારણ કરી લીધો છે.ભાજપના કમલમ કાર્યાલયમાં અલ્પેશ અને ધવલસિંહ ઠાકોરસેના અને ભાજપના કાર્યકરોની વચ્ચે ભાજપમાં જોડાઇ ગયા હતા.ભાજપના પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ બંને નેતાઓને ખેસ ધારણ કરાવ્યો હતો અને મોઢુ મીઠુ કરાવ્યું હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ […]

Top Stories Gujarat

અમદાવાદ,

લાંબા સમયની અટકળનો અંત લાવતા કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુકેલા અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઠાકોરે આજે કેસરિયો ધારણ કરી લીધો છે.ભાજપના કમલમ કાર્યાલયમાં અલ્પેશ અને ધવલસિંહ ઠાકોરસેના અને ભાજપના કાર્યકરોની વચ્ચે ભાજપમાં જોડાઇ ગયા હતા.ભાજપના પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ બંને નેતાઓને ખેસ ધારણ કરાવ્યો હતો અને મોઢુ મીઠુ કરાવ્યું હતું.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરે ગયા મહિને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું.એ પછી અલ્પેશે રાધનપુરના ધારાસભ્ય તરીકે અને બાયડના ધારાસભ્ય તરીકે ધવલસિંહે તાજેતરમાં રાજીનામુ આપ્યું છે.

જોવાની વાત એ હતી કે મોટા ઉપાડે ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરને આવકારવા માટે ભાજપના કોઇ મોટા મંત્રી કે નેતાઓ હાજર નહોતા.

ભાજપમાં જોડાયા પછી અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ એ શિસ્તબધ્ધ વિચારધારાનો પક્ષ છે.હું વિદ્વાન લોકોના ગૂરુકુળમાં આવ્યો છું.

અલ્પેશે કોંગ્રેસ પર પ્રહારો કરવામાં પણ બાકી નહોતું રાખ્યું.અલ્પેશે કહ્યું કે કોંગ્રેસની વિચારધારા ગરીબો અને સામાન્ય લોકો માટે નથી.કોંગ્રેસમાં જુથવાદ પણ ચાલે છે.કોંગ્રેસમાં લોકહિત માટે રાજનીતિ થતી નથી. ભાજપમાં સામાન્ય લોકોનું પણ સાંભળવામાં આવે છે. કોંગ્રેસમાં સ્વાર્થની રાજનીતિ થાય છે. કોંગ્રેસની નબળાઈથી બધા વાકેફ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.