Gujarat/ સંખેડાના માલુ ગામેથી આઠ શ્રધ્ધાળુઓ 650 કીલોમીટર અજમેર પગપાળા પહોંચ્યા

અમીર હોય કે ગરીબ દુખીઓની સમસ્યા દુર કરનાર એવા ખ્વાજા ગરીબ નવાજ જે ભારતમા હોય કે વિદેશમાં, લોકો માટે આસ્થા અને શ્રધ્ધાનુ કેન્દ્ર રહ્યાં છે. આવા જ કેટલાક ગરીબ…

Gujarat
સંખેડાના આઠ શ્રધ્ધાળુઓ

સંખેડાના આઠ શ્રધ્ધાળુઓ: સંખેડાના માલુ ગામેથી આઠ શ્રધ્ધાળુઓ અજમેર પગપાળા પહોંચ્યા હતા જેમા બે હિન્દુ યુવાનો પણ જોડાતા કોમી એકતાના દર્શન થયા. ગરીબ નવાજની શ્રધ્ધા અને ચાહનાને લઇ 650 કીલોમીટર દૂર ચાલતા નિકળ્યા અને 11 દિવસે અજમેર જઇ ગરીબ નવાજની દરગાહ પર પહોંચ્યા હતા.

અમીર હોય કે ગરીબ દુખીઓની સમસ્યા દુર કરનાર એવા ખ્વાજા ગરીબ નવાજ જે ભારતમા હોય કે વિદેશમાં, લોકો માટે આસ્થા અને શ્રધ્ધાનુ કેન્દ્ર રહ્યાં છે. આવા જ કેટલાક ગરીબ નવાજના ચાહકો છે જે છોટાઉદેપુર જીલ્લાના સંખેડાના માલુ ગામેથી પગપાળા અજમેર જવા 4 ઓગસ્ટના રોજ નિકળ્યા હતા અને 650 કિલોમીટરનો સફર કાપી 11મા દિવસે 15 ઓગસ્ટના રોજ તેઓ રાજસ્થાનના અજમેર ખાતે પહોંચ્યા હતા.

સંખેડાના માલુ ગામેથી અજમેર પગપાળા જવા નીકળેલા આઠ શ્રધ્ધાળુઓમાં બે હિન્દુ યુવાનો પણ જોડાઈ જતા કોમી એકતાના દર્શન થયા હતા જેથી જ કહેવાય છે કે ગરીબ નવાજનો દરબાર ફકત મુસ્લિમ માટે જ નહી સમગ્ર ભારતના તમામ કોમના લોકો માટે આસ્થાનો દરબાર છે. સંખેડાના માલુ ગામેથી અજમેર પગપાળા જવા નીકળેલા મકરાણી મુનસાદ અલી, મકરાણી ઝહીર અબ્બાસ, મકરાણી ઉસ્માન ગની, મકરાણી ફૈજલભાઇ, રમીજભાઇ મલેક, તેમજ હિન્દુ યુવાનો સંજયભાઈ નાયકા, અનિલભાઈ નાયકા આમ આઠ શ્રધ્ધાળુઓ અજમેર પગપાળા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: National News/ મહારાષ્ટ્ર: ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર, 13 લોકોની હાલત ગંભીર

આ પણ વાંચો: coronavirus cases/ કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9062 કેસ નોંધાયા

આ પણ વાંચો: price hike/ અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘુ થયું, જાણો નવા ભાવ