દુનિયામાં ઘણા એવા લોકો પણ છે કે જે પોતાની હરકતોથી તમને મુસિબતમાં નાખી દે છે. ઘણીવાર અમુક લોકો પોતાના જીવની પણ ચિંતા કર્યા વિના કઇક એવુ કરી જાય છે કે જેના કારણે તેની આસપાસનાં લોકો ખૂબ ડરી જતા હોય છે. કઇક આવી જ ઘટનાનો એક વિડિયો નાઇજિરીયાનાં અબુજામાં લાગોસ શહેરનાં એરપોર્ટથી સામે આવ્યો છે. નાઇજિરીયાનાં અબુજામાં લાગોસ શહેરનાં એરપોર્ટ પર ટેકઓફ કરવા તૈયાર થયેલા એરક્રાફ્ટનાં પંખા પર એક વ્યક્તિ ચઢી ગયો હતો જેને જોઇ વિમાનની અંદર બેઠેલા યાત્રીગણ ડરી ગયા હતા. ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન વિમાનની અંદર બેસેલા મુસાફરો ડરી ગયા અને બહાર જવાનુ કહેવા લાગ્યા હતા.
ઘટના શુક્રવારની છે, જ્યા એક વ્યક્તિનાં કારણે ટેકઓફ કરવા તૈયાર થયેલા વિમાનને Emergency માં બંધ કરવાની જરૂર પડી. નાઇજિરિયાની સમાચાર એજન્સી મુજબ શુક્રવારે મુર્તલા મુહમ્મદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ટેકઓફ માટે તૈયાર થયેલુ અજમાન એર ફ્લાઇટનું એક વિમાન જ્યારે ઉડાન માટે ક્લીયયરેંસ મળવાની રાહ જોઇ રહ્યુ હતુ, ત્યારે એક વ્યક્તિ વિમાનનાં એક પંખા પર ચઢી ગયો હતો. એક નિવેદનમાં અજમાન એર એ જણાવ્યુ કે અજાણી વ્યક્તિને જ્યારે પાયલોટે રનવે પર વિમાન તરફ આવતા જોયો તો તેણે પહેલા એન્જિનને ઓછુ કરી દીધુ. જ્યારે જોયુ કે આ વ્યક્તિ ઝડપથી વિમાન તરફ જ આવી રહ્યો છે ત્યારે પાયલોટે એન્જિનને બંધ કરી દીધુ.
https://twitter.com/Frenchring51/status/1152566480556290048
એરલાઇનનું કહેવુ હતું કે આ પછી, વ્યક્તિએ કૂદકો માર્યો અને વિમાનનાં પંખા ઉપર ચઢી ગયો અને કેબીનની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરવા લાગ્યો. પાયલોટે તુરંત જ આ ઘટનાની જાણ રેડિયો પર આપી દીધી. દરિમયાન પ્લેનમાં બેસેલા એક મુસાફરે આ બનાવનો વિડિયો બનાવી દીધો હતો. વિડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, આ વ્યક્તિ વિમાનનાં પંખા પર ચાલી રહ્યો છે. જેનાથી ડરી ગયેલા યાત્રીઓએ ચાલક દળને Emergency દરવાજો ખોલવા કહ્યુ હતુ. જો કે બાદમાં આ વ્યક્તિની નાઇજિરીયાનાં હવાઇ મથકે અધિકારીઓએ ધરપકડ કરી દીધી ત્યારે આ યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
