અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં પોસ્ટ ઓફિસમાં ભેદી સંજોગોમાં આલ લાગી હતી. પાર્સલમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
પાર્સલમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનાં બનાવને પગલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ, બોમ્બ સ્કવોર્ડ અને એફએસએલની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પાર્સલ કચ્છના અંજારથી ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યું હતું. તમામ મામલે પોલીસ દ્વારા સઘન તપાસનો ઘોર શરૂ કરી દેવામા આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
