અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ એક દાવો કરતા કહ્યુ હતુ કે પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા માટે તેમનો સંપર્ક કર્યો હતો. આ દાવાનું ભારતે ખંડન કર્યુ છે. મંગળવારે રાજ્યસભા વિદેશ મંત્રી જય શંકરે અમેરિકાનાં રાષ્ટ્રપતિનાં દાવાને ખોટા બતાવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, હું ગૃહને ખાતરી આપવામાં માંગુ છું કે વડા પ્રધાન મોદી દ્વારા આવી કોઇ વિનંતી કરવામાં આવી નથી.
કાશ્મીર મુદ્દાને લઇને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રંપનાં દાવાનું ખંડન કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે રાજ્યસભામાં સ્પષ્ટ કહ્યુ કે, વડાપ્રધાન મોદીએ આવી કોઇ વિનંતી કરી નથી. સાથે તેમણે કહ્યુ કે, પાકિસ્તાનની સાથે દરેક મુદ્દાઓ પર સમાધાન દ્વિપક્ષીય રીતે જ કરવામાં આવશે. કાશ્મીરને લઇને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં દાવ પર રાજ્યસભામાં પોતાની તરફથી એક નિવેદનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, અમે ગૃહને ખાતરી આપવા માંગી રહ્યા છીએ કે વડાપ્રધાન મોદીએ આ પ્રકારની કોઇ વિનંતી કરી નથી. વધુમાં તેમણે કહ્યુ કે, અમે ફરીથી પોતાના સ્ટેન્ડને કહી રહ્યા છે કે પાકિસ્તાનની સાથએ દરેક મુદ્દાઓનું સમાધાન દ્વિપક્ષીય રીતે કરવામા આવશે. તેમણે કહ્યુ કે, પાકિસ્તાનની સાથએ કોઇ પણ વાર્તાલાભા સીમા પારથી ચાલી રહેલા આતંકવાદ બંધ થયા બાદ લાહોર ઘોષણાપત્ર અને શિમલા કરાર હેઠળ થશે.
#WATCH: EAM S Jaishankar speaks in Rajya Sabha over the statement of US President Donald Trump that Prime Minister Narendra Modi had asked him to mediate in Kashmir issue. He says, "I would like to categorically assure the House that no such request has been made by PM Modi…" pic.twitter.com/gWjAa32bMO
— ANI (@ANI) July 23, 2019
ભારતનાં વિરોધ બાદ અમેરિકી વિદેશ વિભાગે જ મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં નિવેદનનું ખંડન કરી કાશ્મીરને બંન્ને દેશોની વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો બતાવ્યો છે. અમેરિકી વિદેશ વિભાગે તે પણ કહ્યુ કે, પાકિસ્તાન આતંકવાદની વિરુદ્ધ સતત પગલુ ભરી રહ્યુ છે. જે ભારત સાથે સફળ સંવાદની ચાવીરૂપ સાબિત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
