ગુજરાત વિધાનસભાનુ અંદાજપત્ર સત્ર હવે સમાપનનાં આરે છે. હવે માત્ર બે જ દિવસો બાકી રહ્યા છે. આજે વિધાનસભા અંદાજપત્ર સત્રનો 21મો દિવસ છે. ત્યારે આજે નવ વિધેયકો પર બપોરે 12 વાગ્યાથી ચર્ચા શરૂ કરવામા આવશે. આવતી કાલે આ સત્રનું સમાપન થવાનુ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગનાં 9 જેટલા વિધેયકો ગૃહમાં રજૂ કરવામા આવશે.
જે પૈકી વિનિયોગ સ્ટેમ્પ સુધારા, ગુજરાત વિદ્યુત શુલ્ક પર સુધારા, જમીન મહેસુલ સુધારા, ગુજરાત સહકારી મંડળી સુધારા, ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુઘારા, ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતિય સુઘારા, ધી ઇન્ડિયન ઇન ઓફ ટીચર એજ્યુકેશન સુધારા, ગુજરાત જમીન મહેસુલ દ્વિતિય સુધારા, ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા એમ કુલ નવ વિધેયકો પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
