Not Set/ #પોલીસમાં ટીક ટોકનો ક્રેઝ, કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરનાર dysp મંજીતા વણઝારાનો ટીક ટોક વિડીયો વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા એપ ટીક ટોકનો લોકોને ભારે ચસ્કો લાગ્યો છે. ટીક ટોક દરેક વ્યક્તિ પોતાના ટેલેન્ટને બતાવે છે ત્યારે આ દોરમાં પોલીસકર્મીઓ પણ ટીક ટોક વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે. પહેલા મહેસાણાની કોન્સટેબલ અર્પિતા ચૌધરી બાદ અમદાવાદની સંગીતા પરમારનો ટીક ટોક વિડીયો સોશિયલ મીડિયા પર વાયલર થયો હતો. ત્યારે મહેસાણાની અર્પિતાને સસ્પેન્ડ કરવામાં […]

Top Stories Ahmedabad Gujarat Videos

આજકાલ સોશિયલ મીડિયા એપ ટીક ટોકનો લોકોને ભારે ચસ્કો લાગ્યો છે. ટીક ટોક દરેક વ્યક્તિ પોતાના ટેલેન્ટને બતાવે છે ત્યારે આ દોરમાં પોલીસકર્મીઓ પણ ટીક ટોક વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે.

પહેલા મહેસાણાની કોન્સટેબલ અર્પિતા ચૌધરી બાદ અમદાવાદની સંગીતા પરમારનો ટીક ટોક વિડીયો સોશિયલ મીડિયા પર વાયલર થયો હતો. ત્યારે મહેસાણાની અર્પિતાને સસ્પેન્ડ કરવામાં આવી હતી. મહેસાણા અમદાવાદ બાદ વડોદરાના પોલીસ સબઈન્સપેકટર અરૂણ મીશ્રાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ટીક ટોક પર પોલીસકર્મીના વાયરલ થઇ રહેલા વિડીયોમાં વધુ એક નામ જોડાયું છે. મહેસાણાની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરનાર ડીવાયએસપી મંજીતા વણઝારાનો પણ એક ટીક ટોક વીડિયો વાયરલ થયો છે. જો કે વણઝારાએ ખાનગી જગ્યાએ ટીક ટોક વિડીયો બનાવ્યો છે તેવો કદાચ તેમનો બચાવ હોઈ શકે છે.

મંજીતા વણઝારાએ આ વીડિયો અંગે જણાવ્યું હતું કે, આ વીડિયો મારો અંગત છે. મારા ઘરે તે વીડિયો શૂટ કરાયો છે. હું પોલીસ યુનિફોર્મમાં નથી અને મારું અંગત જીવન પણ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.