સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું 60 ની વયે નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા જેના કરને તેમનું અવસાન થયું છે.ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું સોમવારના રોજ તેમના ઘરે લગભગ 10.30ની આસપાસ નિધન થયું હતું.
આપને જણાવી દઈએ કે આજે એટલે કે મંગળવારે તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો છે અને મંગળવારે સવારે 7થી 12 જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. અંતિમ દર્શનાર્થે પછી બપોરે 1 વાગે તેમની અંતિમયાત્રા નીકળશે.
મહત્વનું છે કે આ અંતિમયાત્રા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહશે.
ગુજરાતમાં ભજપનાં કદ્દાવર નેતા રહી ચુકેલા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનું લાંબી બિમારી બાદ મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, વિઠ્ઠલભાઇ રાદડિયા 6 વખત ધારાસભ્ય અને 1 વખત સાંસદ રહી ચુકેલા છે. તેઓ વર્ષ 1990થી 2007 સુધી ધારાસભ્ય રહી ચુકેલા છે. તેઓ પોરબંદરથી સાંસદ ચૂટાઇને આવ્યા હતા.

વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશોદ બંધનું એલાન આપવામાં આવ્યું.વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેશોદને બંધ રાખવામાં આવ્યું. કેશોદના વેપારી તેમજ શાળા-કોલેજો પણ બંધમાં જોડાયા અને રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી.
https://www.facebook.com/mantavyanews/videos/412013049422503/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
