કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સૌંદર્ય પ્રસાધનોના જાનવરો પર થતા પરીક્ષણ પર લાગેલી રોકના કારણે ઉત્પાદકોના પરિક્ષણમાં મુસિબતોનો સામનો કરવો પડિ રહ્યો છે. આ મુસીબતથી બચવા માટે વૈજ્ઞાનિકોએ એક નવો ઉપાય શોધ્યો છે. વૈજ્ઞાનિકોએ એવી ઈલેક્ટ્રોનિક સ્કિન તૈયાર કરી છે જેના પર હવે ઉત્પાદક પરિક્ષણ શક્ય છે.
શું છે ઈ-સ્કિન?
ઈ સ્કિનની જો વાત કરીએ તો, ઈ સ્કિન એક કંપ્યૂટર સોફટવેર છે. આ સોફટવેરમાં સ્કિનમાં જોવા મળતા દરેક તત્વો હાજર છે. આ ઉપરાંત આ સ્કિન પર પહેલા કરવામાં આવેલા પરીક્ષણો પણ હાજર છે. કઈ સ્કિનમાં કયુ કેમિકલ ઉમેરવાથી શું થાય છે, આ દરેક વાતનું પરિક્ષણ શક્ય છે. કયા કેમિકલથી સ્કિન પર શું પ્રભાવ પડશે એ આ સોફટવેરથી સરળતાથી જાણી શકાય છે.
