Not Set/ થોડી-થોડી વારે દારૂ પીવાની આદત યુવાઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

લંડન મોજ-શોખમાં રચ્યા પચ્યા થઈને બિંજ ડ્રિંકિગ એટલે કે થોડી-થોડી વારે દારૂ પીવાની આદત યુવાઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ પ્રકારની બાબત સામે આવી છે. જેમાં કોલેજ અથવા સ્કુલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ નિશ્ચિત માત્રામાં થોડી થોડીવારે દારુ પીવે છે, આવામાં તેમને પ્રથમ ઊંઘ દરમિયાન જ મરવાનો ખતરો રહેલો હોય છે. બિંજ ડ્રિંકિગનું […]

Health & Fitness World Lifestyle

લંડન

મોજ-શોખમાં રચ્યા પચ્યા થઈને બિંજ ડ્રિંકિગ એટલે કે થોડી-થોડી વારે દારૂ પીવાની આદત યુવાઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ પ્રકારની બાબત સામે આવી છે. જેમાં કોલેજ અથવા સ્કુલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ નિશ્ચિત માત્રામાં થોડી થોડીવારે દારુ પીવે છે,

Binge Drinking Alcohol के लिए इमेज परिणाम

આવામાં તેમને પ્રથમ ઊંઘ દરમિયાન જ મરવાનો ખતરો રહેલો હોય છે. બિંજ ડ્રિંકિગનું તાત્પર્ય પુરુષનો બે કલાકમાં ચાર વખત દારુ પીવો અને મહિલાઓનો બે કલાકમાં પાંચ વખત દારુ પીવાથી છે. જે પણ યુવક અથવા યુવતિ આટલા ઓછા સમયમાં વધુ દારુ પીવે છે તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે, જેના કારણે તેનું મોત જલ્દી આવવાની શક્યતાઓ વધી જતી હોય છે.

संबंधित इमेज

અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાબામાના સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, દારુ મૂળભૂત શારીરિક કાર્ય-પ્રણાલીને નુકશાન પહોંચાડે છે. આનાથી ઊંઘમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. દારુના કારણે પેટમાં બળતરા, ગળામાં સોજા તથા ચાંદી પડવી જેવી કેટલીક સમસ્યાઓ ઉભી થતી હોય છે. આલ્કોહોલ પોઈઝનિંગના મહત્વપૂર્ણ અને ગંભીર લક્ષણ ભ્રમ, ઉલ્ટી, શ્વાસ લેવામાં તકલીફ થવી, હાઈપોથર્મિયા છે. સંશોધકોનું કહેવું છે કે, દર વર્ષે આશરે 1825 18થી 24 વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની દારુ સંબંધિત કારણોથી મોતને ભેટે છે.