Not Set/ કચ્છ : પીએમ મોદીનાં ગઢ ગુજરાતમાં એકવાર ફરી દલિતને મંદિરમાં પ્રવેશ નહી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દલિતો પર અત્યાચારનાં મામલામાં વધારો નોંધાયો છે. લગ્નમાં ઘોડી પર ચઢવાની વાત હોય કે મૂંછો રાખવાની, દલિત પર પોતાની જો હુકમી બતાવવામાં અમુક લોકો ગર્વની અનુભતી કરતા હોય છે. ત્યારે વધુ એક દલિત અત્યાચારનો મામલો સામે આવ્યો છે. કચ્છનાં સાયરા યક્ષ ગામમાં આવેલા શિવ મંદિરમાં દલિત પરિવારને પ્રવેશ આપવાની મનાઇ કરવામાં […]

Gujarat

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દલિતો પર અત્યાચારનાં મામલામાં વધારો નોંધાયો છે. લગ્નમાં ઘોડી પર ચઢવાની વાત હોય કે મૂંછો રાખવાની, દલિત પર પોતાની જો હુકમી બતાવવામાં અમુક લોકો ગર્વની અનુભતી કરતા હોય છે. ત્યારે વધુ એક દલિત અત્યાચારનો મામલો સામે આવ્યો છે. કચ્છનાં સાયરા યક્ષ ગામમાં આવેલા શિવ મંદિરમાં દલિત પરિવારને પ્રવેશ આપવાની મનાઇ કરવામાં આવી છે. જેને લઇને હોબાળો મચી ગયો છે.

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ પવિત્ર મહિનામાં શિવ ભક્તો મંદિરોમાં ભોળાનાથનાં દર્શન કરવા જઇ રહ્યા છે. ત્યારે કચ્છનાં સાયરા યક્ષ નામનાં એક નાના ગામમાં એક શિવ મંદિર આવેલુ છે, જ્યા એક દલિત પરિવાર પવિત્ર શ્રાવણ માસમાં શિવજીનાં દર્શનાર્થે ગયો હતો, પરંતુ મંદિરનાં જ પુજારીએ તેમને પ્રવેશ કરવાની મનાઇ કરી હતી. પુજારીએ કહ્યુ કે, જો દર્શન કરવા જ હોય તો મંદિરની બહાર ઉભા રહીને કરો. આ ઘટનાની જાણ થતા દલિત સમાજનાં આગેવાનો ત્યા ઉપસ્થિત થઇ ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પીએમ મોદીનું ગઢ છે ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલ એક નારાનો ગુજરાતનાં જ અમુક બુદ્ધિવિહિન લોકો વિરોધ કરી રહ્યા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આપને યાદ હશે કે પીએમ મોદીએ વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલા એક નારો આપ્યો હતો કે ‘સબકા સાથ સબકા વિકાસ.’ તેમના આ જ નારાનો વિરોધ એક દલિત પરિવારને મંદિરમાં પ્રવેશ ન આપી થઇ રહ્યો છે. જોવાનું રહેશે કે આ મામલે કાયદા મુજબ શું પગલા લેવાશે. શું આ પ્રકારની ઘટનાઓ બંધ થશે કે પછી રાજ્યમાં જાતિ અને જ્ઞાતિનાં નામે અમુક લોકો પોતાને મહાન અને દલિતને પગની ધૂળ સમાન ગણશે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.