Not Set/ OMG !!! 7700 કરોડનું 45 ક્વિન્ટલ કોકેઇન ડ્રગ્સ ઝપ્ત કરવામાં આવ્યું !

નશાનો કાળો કારોબાર વિશ્વ માટે આંતકવાદ જેવો જ ખતરો છે. અને આતંક જે રીતે વિશ્વમાં યુવાનોને પોતાનો ટાર્ગેટ બનાવી પોતાનાં કાળા મનસુબા બર લાવે છે અને યુવાનોને મોતનાં મુખમાં ધકેલે છે, તે જ પ્રકારે નશીલા પદાર્થોનાં સેવનથી પણ વિશ્વભરનાં યુવાનો મોત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ વેપલો કેટલા પ્રમાણમાં વિશ્વમાં ફેલાયેલો હશે તે […]

Top Stories World

નશાનો કાળો કારોબાર વિશ્વ માટે આંતકવાદ જેવો જ ખતરો છે. અને આતંક જે રીતે વિશ્વમાં યુવાનોને પોતાનો ટાર્ગેટ બનાવી પોતાનાં કાળા મનસુબા બર લાવે છે અને યુવાનોને મોતનાં મુખમાં ધકેલે છે, તે જ પ્રકારે નશીલા પદાર્થોનાં સેવનથી પણ વિશ્વભરનાં યુવાનો મોત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ વેપલો કેટલા પ્રમાણમાં વિશ્વમાં ફેલાયેલો હશે તે પ્રતિત કરાવતું અધધધ 7700 કરોડનું કન્સાઇન્મેન્ટ ઝપ્ત કરવામા આવ્યું છે.

જર્મનીનાં હેમબર્ગમાં કસ્ટમ વિભાગે એક કન્ટેનરમાંથી 45 ક્વિન્ટલ કોકેઇન ઝપ્ત કર્યું છે. જેની કિંમત વિશ્વ બજારમાં 7753 કરોડ રૂપિયા અંકાઇ રહી છે. કસ્ટમ વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું કે તસ્કરો આ કન્ટેનરમાં સોયાબીનની ખેપ છે તેવુું જણાવીને બેલ્જિયમ લઇ જઇ રહ્યા હતા.

જર્મનીનાં હેમબર્ગનાં કસ્ટમ વિભાગ દ્વારા આ કાર્યવાહી ગુપ્ત માહિતીનાં આધાર પર કરાઇ હતી. જે દરમિયાન 200થી વધુ બેગમાંથી કોકેઇનનાં 4200 પેકેટ ઝપ્ત કરાયા છે. આ આજ દિવસ સુધી જર્મનીમાં પકડાયેલો કોકેઇનનો સૌથી મોટો જથ્થો છે. ભલે વિશ્વમાં ક્યાંય પણ આ નશીલા પદાર્થોનો વેપલો થતો હોય, પરંતુુ આની અશરો દુનિયાનાંં તમામ દેશમાં પડે જ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.