પ્રખ્યાત ટીવી હોસ્ટ મનીષ પોલ તાજેતરમાં ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ તેણે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવ્યો હતો. હાલમાં મનીષ પ્રખ્યાત શો નચ બલિયેની નવમી સિઝનનું હોસ્ટ કરી રહ્યો છે. તાજેતરમાં આ શો પર કંઈક એવું બન્યું જે ચોંકાવનારુ હતું. આ શો ની જજ રવિના ટંડન મનીષ પોલની ટિપ્પણીથી ગુસ્સે થઈ હતી. તેનો રોષ એટલો વધી ગયો કે તેણે શો વચ્ચે જ છોડી દીધો હતો. આ ઘટના પછી, શો ના સેટ પરની પરિસ્થિતિ એકદમ અલગ બની ગઇ હતી.

બન્યું એવું કે, મનીષ પોલ અને વલૂશા ડિસૂજા મંચ પર આવ્યા. તેમના હાથમાં પ્લે કાર્ડ હતા. કાર્ડ્સ પર લખ્યું હતું, ગો બેક રવીના. રવીના ટંડન સહિત સેટ પર હાજર રહેલા દરેક હેરાન થઇ ગયા હતા. જો કે એક સમય સુધી બધા આને મજાકમાં લઇ હસી રહ્યા હતા. પરંતુ દરમિયાન અહમદે મનીષને પૂછ્યું, આ શું છે, તો મનીષે કહ્યું કે તે ઓફિસની બહાર લખેલું હોય છે ને – મોબાઇલ અંદર લઈ જવાની, વેપન્સ અને વિસ્ફોટકો લઇ જવાની મનાઈ છે અને તમારા બરાબર શું રાખવામાં આવ્યું છે? મનીષે રવીના તરફ ઇશારો કર્યો અને કહ્યું કે આ બહુ મોટી મિસાઇલ છે.

મનીષ અને અહેમદની આ મજાક રવિનાને પસંદ ન આવી. રવિના ટંડન તેની જગ્યાએથી ઉભી થઈ અને શો છોડી દીધો. રવિનાની નારાજગી પર મનીષે તેને સોરી બોલતા કહ્યું, પણ તે રોકાઇ નહીં. ત્યારબાદ વાતાવરણ એકદમ શાંત થઇ જાય છે અને અહેમદ કહે છે કે હવે કોઈ રવિનાને પરત લાવી શકશે નહીં. તે સમયે રૈપર બાદશાહ શો માં પ્રવેશ કરે છે. તે તેનું નવું ગીત ‘શહર કી લડકી’ ગાવા આવે છે અને રવિના તેની સાથે ડાન્સ કરતી આવે છે. આ પછી, દરેકનાં ચહેરા ખીલી ઉઠે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
