Not Set/ ઉત્તરાખંડમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકતા 9 બાળકોના મોત

ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાં થોડા દિવસ પહેલા જ એક બસ ખીણમાં પડી હતી અને હવે ફરીથી આવી જ એક દુર્ઘટના થઇ છે, ટિહરી ગઢવાલમાં સ્કૂલના બાળકોને લઇને જઇ રહેલી એક બસ અચાનક જ ખીણમાં ઉંચાઇએથી ખાબકી હતી, જેમાં 9 બાળકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા અને 5 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અકસ્માતની જાણ થતા […]

Top Stories India

ઉત્તરાખંડ,

ઉત્તરાખંડમાં થોડા દિવસ પહેલા જ એક બસ ખીણમાં પડી હતી અને હવે ફરીથી આવી જ એક દુર્ઘટના થઇ છે, ટિહરી ગઢવાલમાં સ્કૂલના બાળકોને લઇને જઇ રહેલી એક બસ અચાનક જ ખીણમાં ઉંચાઇએથી ખાબકી હતી, જેમાં 9 બાળકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા અને 5 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે,

અકસ્માતની જાણ થતા જ ડિઝાસ્ટર અને પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી કરી હતી, ઇજાગ્રસ્તોને તાત્કાલિક ટિહરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, સવારના સમયે સ્કૂલ બસ બાળકોને લઇને જ્યારે સ્કૂલમાં જઇ રહી હતી ત્યારે જ આ ઘટના બની હતી, તે સમયે બસમાં 20 જેટલા બાળકો સવાર હતા.

દુર્ઘટના બાદ ઉત્તરખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે બાળકોના મોત પર દુ:ખ વ્યક્ત કરીને તેમના પરિવારને શાંત્વના આપી છે અને અકસ્માતના તપાસના આદેશ આપ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.