અમદાવાદ,
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પ્રેમ પ્રકરણમાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરતાં સ્થાનિકો અને યુવતીના પરિવારજનો રોષે ભરાઇ ગયા હતા.યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તો બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપને જણાવી દઈએ કે એકતરફી પ્રેમમાં પાગલ એક યુવાને યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. અને ધોળા દિવસે જાહેરમાં પેમીએ યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે તે સમયે ત્યાં હાજર તમામ લોકો આ દ્રશ્યો જોઈ હેરાન થઇ ગયા હતા. લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
મહત્વનું છે કે યુવાનના હુમલામાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત હાલ ગંભીર હોવાનું જણાવવામાં મળી રહ્યું છે.
ખાસ વાત તો એ છે કે આ આરોપીએ આ પહેલા પણ પ્રેમ પ્રકરણના કારણે યુવતી પર જાન લેવા હુમલો કર્યો હતો ત્યારે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી તેઓ યુવતીના પિતાનો આક્ષેપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
