આમ તો રાજ્યભરમાં રોજ કોઇને કોઇ મોટા માર્ગ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યાનું પાછલા લાંબા સમયથી રેગ્યુલરલી નોંધવામાં આવી રહ્યું છે અને આજે પણ બે મોટા માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. સાબરકાંઠામાં ખરાબ રોડને કારણે કાર પલટી મારી જતા 3 જીવન હોમાયા હોવાનું સામે આવ્યું છે. તો બનાસકાંઠામાં પણ માર્ગ આકસ્માતે બે લોકોનો ભોગ લીધાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠાનાં થરાદ – સાંચોર હાઈવે પર ગોઝારો અકસ્તામ સર્જાતા બે લોકોના મોત થયા છે. તો ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરથી સર્જાતા હતો. અકસ્માતમાં બે લોકોનાં કરુણ મોત થયા હતા. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારા ગુજરાતમાં વધી રહેલા માર્ગ અકસ્માતનાં કિસ્સા અને તેમા થતા મોતની સંખ્યમાં જોવા મળી રહેલા વધારાના પગલે આવુ લાગી રહ્યું છે કે, માર્ગ આકસ્માત નિવારણ માટે હવે તંત્ર દ્વારા કોઇ ને કોઇ નક્કર પગલા લોવા અત્યંત જરૂરી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
