હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કહેર સર્જાયો છે. જાન-માલનું નુકસાન થયું હોવાના અહેવાલ પીએન સામે આવી રહ્યાં છે. ઘણા લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. ઘણા સ્થળોએ વાદળ ફાટવાની સૂચના છે. રાજ્યમાં આજે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચંબાના બંદલા પંચાયતમાં મકાનની દિવાલ ધરાસયીના કારણે દાદા અને પૌત્રીનું મોત નીપજ્યું છે. કુલ્લુમાં એક વ્યક્તિ વહેતા હોવાના સમાચાર છે સિમલામાં પાંચ લોકો ભૂસ્ખલનમાં દટાયા છે. બચાવ કાર્ય ચાલુ છે.
ઘુમારર્વીમાં વાદળ ફાટયું છે. જ્યારે બિલાસપુરમાં આઠ મકાનો ધરાસાયી થયા છે. પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 350 થી વધુ રસ્તાઓ બંધ છે. મનાલીમાં નેશનલ હાઇવે ધોવાઈ ગયો છે. જ્યારે રસ્તાઓ અને પુલો અનેક જગ્યાએ વહી ગયા હતા.
ભારે વરસાદને કારણે પાકને ઘણું નુકસાન થયું હતું. રવિ અને બ્યાસ નદીનું પાણી ઘરો સુધી પહોંચી ગયું છે. ડઝનેક મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ઘરહોલીમાં ખાનગી વીજ પ્રોજેક્ટની મશીનરી ધોવાઈ ગઈ છે. આ વરસાદને કારણે રાજ્યમાં અબજોનું નુકસાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે રેડ એલર્ટની વચ્ચે શુક્રવારની રાતથી હિમાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. શનિવારે પાલમપુરના બંદલાની ટેકરીઓ પર વાદળ ફાટવાના કારણે ન્યૂગલ અને બનેર ખડ્ડમાં પૂર આવ્યું હતું.
આથી બંદલાના ઓમ પાવર પ્લાન્ટમાં છ કર્મચારીઓ ફસાયા હતા, જેને પોલીસ અને હોમગાર્ડ્સથી બચાવી લીધા હતા. કુલ્લુના પટલીકૂલમાં બ્યાસ નદીમાં ફસાયેલા બે ટ્રક ચાલકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. ચંબામાં 15 શિક્ષકોને સ્થળાંતર કરાયા હતા.
શાળા કોલેજોને કાંગરામાં રજા આપવામાં આવી હતી. શનિવારે રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 323 રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા. જેના કારણે મનાલી-લેહ, ધર્મશાળા-ગગલ અને ભરમૌર-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહનોની અવરજવરને અસર થઈ હતી. ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે મણીમહેશ યાત્રા પણ રોકી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
