Not Set/ રાજકોટ : લોધીકા ગામે માસૂમ 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ફરાર

રાજકોટ, રાજ્યમાં જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ દુષ્કર્મની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે. દુષ્કર્મ કરનાર નરાધમો મોટા ભાગે નાની બાળાઓને પીંખી નાખતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના એચએએલ સામે આવી છે.  જેમાં રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મોટા ભાગની દુષ્કર્મની ઘટનાઓમાં પાડોશી જ આરોપી નીકળે […]

Top Stories Rajkot Gujarat
aaaaamm 11 રાજકોટ : લોધીકા ગામે માસૂમ 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ફરાર

રાજકોટ,

રાજ્યમાં જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ દુષ્કર્મની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે. દુષ્કર્મ કરનાર નરાધમો મોટા ભાગે નાની બાળાઓને પીંખી નાખતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના એચએએલ સામે આવી છે.  જેમાં રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

મોટા ભાગની દુષ્કર્મની ઘટનાઓમાં પાડોશી જ આરોપી નીકળે છે ત્યારે આ કેસમાં પણ પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું છે.

આપને જણાવીએ કે રાજકોટમાં આવેલ લોધીકા ગામે 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. પાડોશી શખ્સે બાળકી સાથે કૃત્યુ આચર્યુ હતું. બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવતા મામલો સામે આવ્યો હતો.

હાલ દુષ્કર્મ આચરનાર આરોપી ફરાર છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપી શખ્સને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ બાળકીની રાજકોટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.