ઓટો સેક્ટરમાં મંદીની અસર હવે બધે જોવા મળી રહી છે. મંદીને ધ્યાનમાં રાખીને હિન્દુજા ગ્રુપની કંપની Ashok Leyland પણ તેના કર્મચારીઓમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ માટે કંપનીએ એક્ઝિક્યુટિવ લેવલનાં કર્મચારીઓને નોકરી છોડવાની(VRS & ESS) ઓફર કરી છે. આપને જણાવી દઇએ કે, કંપનીનાં કર્મચારીઓ પહેલા જ બોનસ વધારવાની માંગને લઇને હડતાલ પર ઉતર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીનાં કર્મચારી સંઘનું કહેવું છે કે, યુનિયન હડતાલ ચાલુ રાખી રહ્યું છે. મેનેજમેન્ટે સોમવાર સુધી કારખાનામાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. સંઘનું કહેવું છે કે, સમાધાન ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. વળી સંઘે બોનસમાં 10 ટકાનો વધારો કરવાની માંગ કરી છે. બીજી બાજુ, મેનેજમેન્ટ બોનસ 5 ટકા વધારવા માટે તૈયાર છે. જૂથે કર્મચારીઓને નોટિસ ફટકારી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) અને કર્મચારી સ્વ સેવા યોજના (ઇએસએસ) જારી કરી છે.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (SIAM)નાં જણાવ્યા મુજબ, ઓટો સેક્ટરમાં 10 લાખ નોકરીઓ જવાની સંભાવનાઓ છે. સિયામ (SIAM) નુ કહેવુ છે કે, સ્થિતિ સુધરશે નહી તો અન્ય નોકરીઓ પણ જઇ શકે છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલ્સર્સ એસોસિએશન (એફએડીએ) નાં ત્રણ મહિના (મેથી જુલાઇ) માં સ્વયં વિક્રેતાઓએ લગભગ 2 લાખ કર્મચારીઓની છટણી કરી છે.
એફએડીએ નું માનવુ છે કે, નજીકનાં ભવિષ્યમાં પરિસ્થિતિમાં સુધારો થવાની કોઇ સંભાવના નથી. ભવિષ્યમાં વધુ શોરૂમ્સ બંધ થઈ શકે છે, જેના કારણે વધુ લોકોની નોકરીઓ જઇ શકે છે. એફએડીએ અનુસાર, દેશનાં 271 શહેરોમાં 18 મહિનાથી 286 શોરૂમ્સ બંધ છે. જેના કારણે 32 હજાર લોકોની નોકરીમાંથી છટણી થઇ હતી. 2 લાખ નોકરીઓની છટણી તે ઉપરાંત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
