ગુરુવારે સર્ચ એન્જિનની દિગ્ગજ કંપની ગૂગલને તેના શોધ પરિણામોને કારણે ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. ગૂગલ પર જ્યારે ભારતની સૌથી ભદ્દી ભાષા વિશે સર્ચ કરવામાં આવ્યું તો જવાબમાં કન્નડ ભાષાનું નામ બતાવાયું. એ પછી તો કર્ણાટકમાં ધમસાણ મચી ગયું. સામાન્ય જનતા સહિત રાજનેતા પણ ગૂગલ પર માછલાં ધોવા લાગ્યા અને એને ઝડપથી પોતાની ભૂલ સુધારવા અને માફી માગવા કહેવા લાગ્યા હતા.
આના પર કર્ણાટક સરકારે ગુગલને કાનૂની નોટિસ ફટકારવાની ધમકી આપી છે. જો કે, જ્યારે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રાજકીય નેતાઓએ પક્ષની લાઇનમાં ગૂગલની ટીકા કરી હતી, ત્યારે તેણે કન્નડને “ભારતની સૌથી ભદ્દી ભાષા” તરીકે દૂર કરી હતી અને લોકોની માફી માગી હતી કે સર્ચ પરિણામો તેના મંતવ્યનું પ્રતિનિધિત્વ નથી કરતા.
આ પણ વાંચો :બદલાપુર ખાતે ફેક્ટરીમાં ગેસ લિક થતા લોકોમાં મચી અફરાતફરી, અનેક લોકોની તબિયત લથડી
કર્ણાટકના કન્નડ, સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ પત્રકારોને કહ્યું હતું કે ગૂગલને ઉક્ત પ્રશ્નનો આવો જવાબ આપવા અંગે કાયદાકીય નોટિસ મોકલવામાં આવશે. જોકે એ પછી મંત્રીએ ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને ગૂગલને કન્નડિગા લોકોની માફી માગવા કહ્યું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘કન્નડ ભાષાનો પોતાનો ઈતિહાસ છે અને આ ભાષા લગભગ 2500 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી હતી. મંત્રીએ કહ્યું હતું કે આ ભાષા સદીઓથી કન્ન઼ડિગા લોકો માટે ગૌરવરૂપ રહી છે.’
Kannada language has a history of its own, having come into existence as many as 2,500 years ago! It has been the pride of Kannadigas all through these two-and-a-half millennia. 1/2#Kannada
— Aravind Limbavali (@ArvindLBJP) June 3, 2021
લિંબાવલીએ ટ્વીટમાં લખ્યું હતું, ‘કન્નડને ખરાબ રીતે દર્શાવવી એ માત્ર કન્નડિગા લોકોના ગૌરવને અપમાનિત કરવાનો ગૂગલનો પ્રયાસ છે. હું ગૂગલને કન્નડ અને કન્નડિગાની તત્કાળ માફી માગવા માટે કહું છું. અમારી સુંદર ભાષાની છબિ ખરડવા માટે ગૂગલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’ આખરે આવી રીતે ગૂગલ પ્રવક્તાએ માફી માગી.
આ પણ વાંચો : બે રાજ્યોમાં 90 હજાર બાળકો કોરોનાથી પ્રભાવિત, સમગ્ર દેશમાં કેટલા ? : સર્વેના ચોંકાવનારા આંકડાઓ
ગૂગલ આ ભૂલ બદલ માંગી માફી…
ભદ્દી ભાષા અંગેના સર્ચ રિઝલ્ટ્સથી હોબાળો મચી ગયા પછી જ્યારે ગૂગલના એક પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘સર્ચ હંમેશાં સંપૂર્ણપણે પરિપૂર્ણ હોતું નથી. અનેકવાર ઈન્ટરનેટ પર ઉલ્લેખિત સામગ્રીના વિશેષ સવાલો માટે આશ્ચર્યજનક પરિણામ હોઈ શકે છે. અમે જાણીએ છીએ કે આ આદર્શ વાત નથી, પરંતુ જ્યારે અમને કોઈ મામલે જાણ કરવામાં આવે છે તો અમે તાત્કાલિક તેમાં સુધારાત્મક કાર્યવાહી કરીએ છીએ અને પોતાના અલ્ગોરિધમને સુધારવાની કોશિશ માટે સતત કામ કરીએ છીએ. સ્વાભાવિક રીતે એમાં ગૂગલનું પોતાનું કોઈ મંતવ્ય સામેલ હોતું નથી. અમે આ ગેરસમજ માટે અને કોઈની પણ લાગણી દુભાઈ હોય તો એ બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.’
આ પણ વાંચો :લોકડાઉન છતાં બ્રિટનમાં ડેલ્ટાનો કહેર, એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં 49 ટકા વધારો
સૌથી ખરાબ ભાષા તરીકે કન્નડ ભાષાનું નામ ગૂગલ સર્ચમાં આવ્યા પછી હોબાળો મચી ગયો અને તમામ રાજકીય નેતાઓએ આ મામલે ગૂગલની નિંદા કરી. એ પછી ભારતમાં સૌથી ભદ્દી (ugliest) ભાષા કઈ એમ પૂછતાં પોતાના સર્ચ એન્જિન પર આવનારા જવાબમાંથી કન્નડ ભાષા એવો ઉલ્લેખ હટાવી લેવામાં આવ્યો. કંપનીએ લોકો સમક્ષ આ મામલે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે સર્ચ રિઝલ્ટ્સમાં તેનું મંતવ્ય સામેલ હોતું નથી.
