ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના લોકનૃત્યના કલાકારો અને લોકગાયકો ભાજપમાં જોડાયા છે… ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે ખેસ પહેરાવ્યો હતો. ગાયક વિનય નાયક, ગાયિકા, રિદ્ધિ વ્યાસ, ટીવી અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા ઈશ્વર સમીકર, લોકગાયિકા પૂનમ પટેલ સહિતના કલાકારોએ કેસરિયો ધારણ કર્યો છે.
હવે વકીલોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. ભાજપ સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગર કમલમ ખાતે વકીલો ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વકીલો ભાજપમાં જોડાયા. જીતુ વાઘાણીએ વકીલોને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ અવસર પર ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ભાજપે સદસ્યતા અભિયાન હાથ ધર્યું છે અને વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાય એવું મિશન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના અનેક કલાકારો પણ ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
