Not Set/ ઘરે આજે જ વાવો ફુદીનો અને જુઓ તેનો ચમત્કાર, ચામડીનાં રોગમાં છે ફાયદાકારક

આજે લોકોની લાઇફ સ્ટાઇલ એટલી વ્યસ્ત બની છે કે કોઇ પોતાના માટે પણ થોડો સમય કાઠી શકતા નથી. જેના કારણે ઓછી ઉંમરે લોકો ગરડા થવા લાગ્યા છે. આપને જણાવી દઇએ કે, સ્ટ્રેસ અને ટેંશનની સૌથી ખરાબ અસર આપડી સ્કિન અને હેલ્થ પર પડે છે. જો કે ઘણા એવા પણ છે કે જે પોતાના લૂક્સ માટે […]

Health & Fitness

આજે લોકોની લાઇફ સ્ટાઇલ એટલી વ્યસ્ત બની છે કે કોઇ પોતાના માટે પણ થોડો સમય કાઠી શકતા નથી. જેના કારણે ઓછી ઉંમરે લોકો ગરડા થવા લાગ્યા છે. આપને જણાવી દઇએ કે, સ્ટ્રેસ અને ટેંશનની સૌથી ખરાબ અસર આપડી સ્કિન અને હેલ્થ પર પડે છે. જો કે ઘણા એવા પણ છે કે જે પોતાના લૂક્સ માટે અલગ અલગ મોંઘા ક્રિમ્સ અને ફેસવોશનો ઉપયોગ કરે છે. પરંતુ આ બધા કરતા સૌથી વધુ અસર કરે છે ઘરેલુ નુસખા. આપણા ઘરમાં જ ઘણી બધી એવી વસ્તુઓ છે જે અનેક સ્કિન અને હેર પ્રોબ્લેમ્સને આરામથી દૂર કરી શકે છે. આમાંથી એક ખૂબ જ અસરકારક છોડ ફુદીનો છે.

  • ફુદીનો તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતું છે. તેથી, ચામડી પર ફુદીના ના રસનો ઉપયોગ મોસ્કયુટો બાઈટ અને અન્ય બળતરામાં મદદ કરી શકે છે. તે ત્વચાને નરમ બનાવામાં પણ મદદ કરે છે.
  • થોડા ઓટ્સને ફુદીનાના રસ સાથે મિક્સ કરીને મોઢા પર લગાડવાથી મૃત ચામડીની કોશિકાઓ દૂર થાય છે.
  • ફુદીનાના પાંદડાને બ્લેન્ડ કરીને પેસ્ટ બનાવી બ્લેકહેડ-અસરગ્રસ્ત વિસ્તારો પર લગાડો અને 15 મિનિટ પછી ધોઈ નાખો. ત્વચા માટે ફુદીનાનો ઉપયોગ બ્લેકહેડ્સથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.
  • એક કટોરી ફુદીનાના પાનને 2 કપ પાણીમાં ઉકાળી લો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ના થઇ જાય. આ પાણીને ઠંડુ કરીને એક બોટલમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી દો. દિવસમાં બે વાર આ પાણીમાં રૂ ડૂબાડીને તેને ચહેરા પર લગાવો. આનાથી તમારાં ચહેરા પર જોવા મળતું તેલ ઘટશે.
  • ચંદનના પાઉડરમાં ફુદીનાનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા બાદ મોહ ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉબટન તવચાને ગોરી અને સાફ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.