રાજ્યમાં અકસ્માતની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે. દિવસેને દિવસે અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાકવી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઘટના સ્થળે 3 યુવકોના મોત નિપજ્યાં છે.
આપને જણાવી દઈએ કે અંબાજીના ભાદરવી પૂનમના મેળા માણવા માટે 3 યુવકો પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે આ 3 શ્રદ્ધાળુઓને અકસમત નડ્યો હતો. આ 3 શ્રદ્ધાળુઓ સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા તેઓના ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર આ 3 યુવકો પંચમહાલના શહેરના લાભી પાટીયા પાસે પગપાળા અંબાજી જઈ રહ્યાં હતા. આ યાત્રિકો દેવગઢબારીયા તાલુકાના ભૂતપગલાના તેમજ સીંગવડ તાલુકાના ચુંદડીના પરબીયા ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
