Not Set/ સાવધાન ! હજુ બે દિવસ છે ગુજરાત માટે ભારે વરસાદની આગાહી

છેલ્લા બે દિવસથી ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થયેલો જોવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રનાં મુબંઇમાં તો આ વરસાદી રાઉન્ડમાં લોકો રાઉન્ડ-અપ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક ટ્રેનો કેન્સલ કરવી પડી છે, તો ઠેરઠેર પાણી ભરાઇ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોડ રસ્તા પર […]

Top Stories Gujarat Others

છેલ્લા બે દિવસથી ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થયેલો જોવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રનાં મુબંઇમાં તો આ વરસાદી રાઉન્ડમાં લોકો રાઉન્ડ-અપ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક ટ્રેનો કેન્સલ કરવી પડી છે, તો ઠેરઠેર પાણી ભરાઇ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોડ રસ્તા પર એટલું વ્યાપક પાણી છે કે, જાણે નદી હોય.

ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની છેલ્લા બે દિવસથી નોંધવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં મેધાની તોફાની ઇનીંગ્સથી પાણી પાણી જેવા દશ્યો સર્જાયા હતા. હાલ પણ ગુજરાત પર કાળાડીબાંગ વાદળોનું જોર જોવામાં આવી રહ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

આજે સતત બીજા દિવસે ગુજરાતનાં 255 તાલુકામાં સારો વરસાદ નોંઘવામાં આવ્યા છે. તો આ રાઉન્ડથી ગુજરાતમાં સિઝનનો 103% વરસાદ વરસ્યો હોવાનું ફલીત થાય છે. બે તાલુકામાં 200%થી વધુ, 59 તાલુકામાં 40 ઇંચથી વધુ અને 135 તાલુકામાં 20થી 40 ઇંચ વરસાદ હાલ સુધીમાં નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા પૂર્વે જણાવી હતી. તેમા હાલ બે દિવસનો વધારો થયો છે અને હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે 9 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદનું જોર ગુજરાતમાં જોવામાં આવશે. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે વરસાદનું જોર સમગ્ર રાજ્યમાં વરતાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.