Not Set/ રાષ્ટ્રપતિ ગનીની તાલિબાનને સીધી વાટાઘાટો માટે અપીલ, કહ્યું – હિંસા બંધ કરવામાં આવે તો જ શાંતિ  મળશે

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આતંકવાદી સંગઠન તાલિબાનને હિંસા બંધ કરવા અને સરકાર સાથે સીધી વાતચીત કરવાની અપીલ કરી છે. ગનીનું નિવેદન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાલિબાન નેતાઓ સાથેની ગોપનીય બેઠક રદ કરવાના નિર્ણય પછી આવ્યુ છે. તેના જવાબમાં અફઘાન સરકારે કહ્યું છે કે તાલિબાન હિંસા બંધ કરે તો જ, અફઘાનિસ્તાનમાં શાંતિ આવી શકે છે. તાલિબાન […]

Top Stories World

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આતંકવાદી સંગઠન તાલિબાનને હિંસા બંધ કરવા અને સરકાર સાથે સીધી વાતચીત કરવાની અપીલ કરી છે. ગનીનું નિવેદન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાલિબાન નેતાઓ સાથેની ગોપનીય બેઠક રદ કરવાના નિર્ણય પછી આવ્યુ છે. તેના જવાબમાં અફઘાન સરકારે કહ્યું છે કે તાલિબાન હિંસા બંધ કરે તો જ, અફઘાનિસ્તાનમાં શાંતિ આવી શકે છે. તાલિબાન દ્વારા તાજેતરમાં આતંકવાદની ઘટનાઓ તીવ્ર કરવામાં આવી છે.

તાલિબાન સાથેની વાતચીત રદ કરવાના ટ્રમ્પના નિર્ણય અંગે ગનીના એક નજીકના સાથીએ કહ્યું કે, યુએસ સરકારના નિર્ણયથી સાબિત થાય છે કે તેઓ શાંતિ કરાર અંગે અફઘાન સરકારની ચિંતા સ્વીકારી રહ્યા છે. નામ જાહેર ન કરવાની શરતે તેમણે કહ્યું કે, “અફઘાન સરકાર ટ્રમ્પના નિર્ણયને સમર્થન આપે છે.” તાલિબાન અને અમેરિકા વચ્ચે કરારનો મુસદ્દો અફઘાનિસ્તાનમાં શાંતિની બાંહેધરી આપતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.