ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં સરેરાશ 36 ઈંચ એટલે કે 109.99 ટકા વરસાદ વરસ્યો છે. 22 જિલ્લામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે 21 તાલુકામાં બે ઈંચથી વધારે અને 156 તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 204 જળાશયોમાં 85.54 ટકા પાણીનો સંગ્રહ થયો છે. 204 પૈકી 72 જળાશયો છલકાયાં છે. 62 જળાશયોમાં 70થી 100 ટકા અને 23 જળાશયોમાં 50 થી 70 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ હાલ ઐતિહાસિક 136 મીટરની જળસપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં 3.04 લાખ એમ.સી.એફ.ટી કરતાં વધુ જળસંગ્રહ થયો છે. એટલે રાજ્યમાં બે વર્ષ સુધી ચાલે એટલું પાણી સંગ્રહિત થયું છે.
ઉત્તરગુજરાતના 15 જળાશયોમાં સૌથી ઓછું 48.66 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે મધ્યગુજરાતના 17 જળાશયોમાં 95.82 ટકા, કચ્છના 20 જળાશયોમાં 75.37 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 75 ટકા જળસંગ્રહ છે. જેથી રાજ્યમાં આગામી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા દૂર થવાની શકયતા છે.
- ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 36 ઇંચ – 109.99 ટકા
- 22 જિલ્લામાં 100 ટકા કરતાં વધુ વરસાદ
- 21 તાલુકામાં 2 ઇંચ થી વધુ વરસાદ
- 156 તાલુકામાં 2 ઇંચ સુધીનો વરસાદ
- રાજ્યના 204 જળાશયોમાં 81.54 ટકા જળસંગ્રહ
- રાજ્યના 72 જળાશયો છલકાયાં
- 62 જળાશયોમાં 70 થી 100 ટકા જળસંગ્રહ
- 23 જળાશયોમાં 50 થી 70 ટકા જળસંગ્રહ
- નર્મદા ડેમમાં 3.04 લાખ એમ.સી.એફ.ટી કરતાં વધુ જળસંગ્રહ
- ઉત્તરગુજરાતના 15 જળાશયોમાં સૌથી ઓછો જળસંગ્રહ – 48.66 ટકા
- મધ્યગુજરાતના 17 જળાશયોમાં 95.82 ટકા જળસંગ્રહ
- કચ્છના 20 જળાશયોમાં 75.37 ટકા જળસંગ્રહ
- સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 75 ટકા જળસંગ્રહ
- ગુજરાતમાં જળસંકટ સંપૂર્ણ ટળ્યું…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
