- લો પ્રેશરની સિસ્ટમ સક્રિય
- આગામી બે દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ની આગાહી
- સૌરાષ્ટ્ર માં પણ ભારે વરસાદની આગાહી.
- અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી
- માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાત અને આસપાસનાં વિસ્તાર પર લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ગુજરાતનાં દરિયા કિનારાનાં જીલ્લામાં હાઇ એલર્ટ આપવામાં આવી છે. એક તરફ વરસાદ અને બીજી તરફ આતંકી ઘુસી આવવાની દેહશતનાં પગલે ગુજરાતનાં દરિયા કિનાર પર ભારે તનાવ હોવાથી અને વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ ના અધિકારી મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યુંં છે કે, આગમી 24 કલાકમાં ગુજરાત પર અનેક જગ્યાએ ભારે વરસાદનો ખતરો જોવામાં આવી રહ્યો છે, ત્યારે તંત્રને પણ સાબદુ કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા બચત અને રાહતની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
