પાકિસ્તાની જેલમાં બંધ કુલભૂષણ જાધવને લઈને પાકિસ્તાન ફરી એકવાર તેને નાપાક હરકત પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે તેઓ કુલભૂષણ જાધવને બીજી વાર કાઉન્સલર એક્સેસ નહીં આપે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું કે કુલભૂષણ જાધવને બીજી વાર વાર કાઉન્સલર એક્સેસ આપવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
જણાવીએ કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે (આઈસીજે) પાકિસ્તાનને કુલભૂષણ જાધવને કાઉન્સલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારના આર્ટિકલ 370 ને નાબૂદ કરવાના નિર્ણયના પગલે પાકિસ્તાન રોષે ભરાયું છે.
Dr Mohammad Faisal, Spokesperson, Ministry of Foreign Affairs, Pakistan: There would be no second consular access to Kulbhushan Jadhav. (file pic) pic.twitter.com/zthz4Zewfh
— ANI (@ANI) September 12, 2019
આ પહેલા 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની જેલમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ભારતીય નાયબ હાઈ કમિશનર ગૌરવ અહલુવાલિયા મળ્યા હતા. જો કે, બેઠક ક્યાં થઈ તે જાણી શકાયું નથી. કોઈ ગુપ્ત જગ્યાએ પાકિસ્તાન જાધવ અને અહલુવાલિયાને મળી ચૂક્યું છે. બંનેએ લગભગ અઢી કલાક સુધી વાત કરી હતી. સુરક્ષાના કારણોસર, મીડિયાને કહેવામાં આવ્યું નથી કે બંને કયા સ્થળે મળ્યા હતા.
આ અગાઉ કહેવામાં આવ્યું હતું કે આ બેઠક પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (ઇસ્લામાબાદ) માં થશે, પરંતુ પાછળથી સ્થળ બદલી નાખવામાં આવ્યું હતું. તેની ધરપકડના ત્રણ વર્ષ બાદ, પાકિસ્તાને જાધવને પહેલીવાર મળવા માટે કાઉન્સલર એક્સેસ આપ્યો છે. 3 માર્ચ, 2016 ના રોજ ધરપકડ કરાઈ હતી.
ધરપકડ બાદ, પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે જાધવ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગના એજન્ટ છે, જ્યારે તેણે કાયદેસર રીતે ઇરાનમાં પોતાનો વ્યવસાય ચલાવ્યો હતો. પાકિસ્તાને 25 માર્ચ, 2016 ના રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા કુલભૂષણ જાધવની ધરપકડ અંગે ભારતીય અધિકારીઓને માહિતી આપી હતી.
આ પહેલા 2017માં કુલભૂષણ જાદવની માતા અને પત્નીને ઇસ્લામાબાદમાં તેના સાથે મુલાકાત કરી હતી. આ પછી કોઈ પણ ભારતીયની કુલભૂષણ સાથે મુલાકાત થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
