Not Set/ સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા ગૃહમંત્રી અમિત શાહની નેટગ્રિડ અધિકારી સાથે બેઠક

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ એટલે કે નેટગ્રીડના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગૃહ સચિવ ઉપરાંત ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સાયબર સિક્યુરિટીને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. તમામ સુરક્ષા દળોના ઇન્ટેલિજન્સ વિંગ સાથે સંકલન કરવા અંગેની માહિતી પણ આપવામાં […]

Top Stories India

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ એટલે કે નેટગ્રીડના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગૃહ સચિવ ઉપરાંત ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સાયબર સિક્યુરિટીને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી.

તમામ સુરક્ષા દળોના ઇન્ટેલિજન્સ વિંગ સાથે સંકલન કરવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. નેટગ્રિડની બેઠકનો એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે આતંકવાદીઓ જે રીતે હાઇટેક બન્યા છે, તેમની દિનચર્યાઓ બદલાઈ છે.  વાયરલેસ સેવાનો ઉપયોગ બંધ કર્યો છે. અને જેમાં આતંકવાદીઓ નવી ફ્રીક્વન્સીઝ અને કોડવર્ડ્સનો ઉપયોગ કરે છે. આ નવી ટેકનિક્સ ને ડીકોડ કરવાની પણ ચર્ચા થઈ.

ગૃહ પ્રધાન માત્ર નેટગ્રીડને પુનર્જીવિત કરવા માંગે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં કામ શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેટગ્રીડમાં આ પ્રોજેક્ટમાં ક્યાં અવરોધ ઊભો થયો છે તે જાણવાની જવાબદારી બે જવાબદાર લોકોને સોપવામાં આવી છે. પ્રથમ સૌરભ ગુપ્તા છે જેની નેટગ્રીડમાં માત્ર અઢી મહિના પહેલા જ નિમણૂક કરવામાં આવી છે. અને અન્ય આશિષ ગુપ્તા છે જે સંયુક્ત સચિવ છે અને જૂના સરકારી કર્મચારી છે. અશોક પટનાયક તેના સીઈઓ બન્યા ત્યારે, 2014 થી નેટગ્રીડને જીવંત બનાવવાની જવાબદારી તેમની પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.