ભારતીય પશ્રિમ રેલવે વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં મીટરગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતર કરી નવિન રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ સાબરકાંઠા સાસંદ દિપસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું.

સાંસદ દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતુંકે જિલ્લામાં ટૂંક સમયમાં રેલવે સુવિધા કાર્યરત બનશે જેથી જિલ્લાના વિકાસના નવા આયોમોનો દ્વાર ખુલશે. આની સાથો સાથ રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓની સુવિધા માટે વાઇ-ફાઇ તેમજ અન્ય સુવિધાઓ પણ ખુલ્લી મુકવામાં આવી હતી
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ઈડરના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, અમદાવાદ ડિવિઝનના ડી.આર.એમ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
