Not Set/ તેલંગાણા એક્સપ્રેસમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત

હૈદરાબાદથી દિલ્હી જઇ રહેલી તેલંગાણા એક્સપ્રેસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગ પેન્ટ્રીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનુ સામે આવી રહ્યુ છે, હાલમાં બંને ટ્રેનનાં બંન્ને કોચને અલગ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં કોઇ જાનહાની નોંધાઈ નથી. આજે સવારે તેલંગાણા એક્સપ્રેસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. આ આગ […]

Top Stories India

હૈદરાબાદથી દિલ્હી જઇ રહેલી તેલંગાણા એક્સપ્રેસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગ પેન્ટ્રીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનુ સામે આવી રહ્યુ છે, હાલમાં બંને ટ્રેનનાં બંન્ને કોચને અલગ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં કોઇ જાનહાની નોંધાઈ નથી.

આજે સવારે તેલંગાણા એક્સપ્રેસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. આ આગ ટ્રેનનાં પેન્ટ્રીમાં લાગી હોવાનુ સામે આવી રહ્યુ છે, જો કે પેન્ટ્રીમાં ગેસ સિલિન્ડરનાં ભયનાં કારણે તેમા વિસ્ફોટ થવાનો ભય વધારે બની રહે છે. અહી રેલ્વે વિભાગનાં કર્મચારીઓ મુસાફરોને દૂર ખસેડી રહ્યા છે. ફાયર બ્રિગેડનાં વાહનો પણ ઘટના સ્થળે પહોંચવા લાગ્યા છે. મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનથી નીચે ઉતારી લેવામાં આવ્યા છે તમામ મુસાફરો રેલ્વે ટ્રેક ઉપર સલામત છે. કોઇ જાનહાની થઇ હોવાનુ સામે આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદથી દિલ્હી આવી રહેલી તેલંગાણા એક્સપ્રેસમાં સવારે 8 વાગ્યે આગ લાગી હતી. આગની શરૂઆત પેન્ટ્રીમાં થઈ હતી. જે પછી આગે ત્રણેય કોચને આગની લપેટમાં લઈ લીધી હતી. કોઈ જાનહાનીનાં સમાચાર નથી. આગની જાણ થતા રેલવે પ્રશાસન અને જીઆરપી અને આરપીએફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રેનનાં બી-1 કોચ અને પેન્ટ્રી કાર અને જનરલ કોચમાં આગ લાગી છે. આ ટ્રેન સાડા આઠ વાગ્યે દિલ્હી પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.