Not Set/ #ચંદ્રયાન-2 : સમય પસાર થતા લેન્ડર વિક્રમ સાથે સંપર્કની આશા ધૂંધળી

લેન્ડર ચંદ્રની સપાટી પર નરમ ઉતરાણ માટે બનાવવામાં આવ્યું હતું સમય પસાર થવા સાથે, વિક્રમ સાથે ફરીથી સંપર્ક સ્થાપિત થવાની આશા ધીરે ધીરે અસ્પષ્ટ  ઇસરોએ કહ્યું હતું કે તે 14 દિવસ સુધી લેન્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે  ઇસરો વૈજ્ઞાનિકોના તમામ પ્રયત્નો છતાં, સંપર્ક હજી સુધી સ્થાપિત થઈ શક્યો નથી ચંદ્ર પર  સોફ્ટ લેન્ડીંગ પહેલાની થોડી […]

Top Stories
  • લેન્ડર ચંદ્રની સપાટી પર નરમ ઉતરાણ માટે બનાવવામાં આવ્યું હતું
  • સમય પસાર થવા સાથે, વિક્રમ સાથે ફરીથી સંપર્ક સ્થાપિત થવાની આશા ધીરે ધીરે અસ્પષ્ટ 
  • ઇસરોએ કહ્યું હતું કે તે 14 દિવસ સુધી લેન્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે 
  • ઇસરો વૈજ્ઞાનિકોના તમામ પ્રયત્નો છતાં, સંપર્ક હજી સુધી સ્થાપિત થઈ શક્યો નથી
ચંદ્ર પર  સોફ્ટ લેન્ડીંગ પહેલાની થોડી જ પળો પૂર્વે જ ઇસરોનો લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક ટુંટી ગયો હતો. લગભગ એક અઠવાડિયાનાં સમય પછી, વિક્રમ સાથે ફરીથી સંપર્ક સ્થાપિત થવાની આશા ધીરે ધીરે અસ્પષ્ટ થઈ રહી છે. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ( ઇસરો ) ચંદ્ર સપાટી પર વિક્રમનો સંપર્ક કરવાના છેલ્લા પ્રયાસમાં રોકાયેલ છે.

આપને જણાવી દઇએ કે, જો તે નરમ ઉતરાણ કરવામાં સફળ થયું હોત, તો રોવર તેની અંદરથી બહાર આવ્યું હોત અને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગો કરતું જણાતું હોત. લેન્ડર ચંદ્રની સપાટી પર નરમ ઉતરાણ માટે બનાવવામાં આવ્યું હતું. તેની અંદર બંધ રોવરનું જીવનકાળ એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ જેટલું છે. સપ્ટેમ્બરની આ ઘટનાને લગભગ એક અઠવાડિયું વીતી ગયું છે, હવે ઇસરો પાસે માત્ર એક અઠવાડિયું જ બાકી છે.

સંપર્ક હજી સ્થાપિત થયો નથી’
ઇસરોએ કહ્યું હતું કે તે 14 દિવસ સુધી લેન્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)નાં વૈજ્ઞાનિકોનાં તમામ પ્રયત્નો છતાં, લેન્ડર હજી સુધી સ્થાપિત થઈ શક્યું નથી. જો કે, ચંદ્રયાન -2નું ઓર્બિટર ભ્રમણકક્ષામાં યોગ્ય કામ કરી રહ્યું હોવાથી તેણે લેન્ડરને શોધી કાઢ્યું હતું અને તેની થર્મલ ઇમેજ પણ મોકલી હતી. ભારતના અવકાશ વૈજ્ઞાનિકો દરરોજ લેન્ડર સાથે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ દરેક પસાર થતા દિવસની સાથે શક્યતાઓ પાતળી થઈ રહી છે.

દરેક પસાર થતા કલાકો સાથે સંપર્ક કરવો થતો જાય છે મુશ્કેલ 
ઇસરોના અધિકારીએ કહ્યું કે, ‘તમે કલ્પના કરી શકો કે દરેક પસાર થતા કલાકો સાથે કામ મુશ્કેલ થઈ રહ્યું છે. આમ જ બેટરીમાં ઉપલબ્ધ ઉર્જા સમાપ્ત થઈ જશે અને તેની ઉર્જા મેળવવા અને ચલાવવા માટે કંઈ જ બાકી રહેશે નહીં. તેમણે કહ્યું, ‘દરેક પસાર થતા મિનિટ સાથે પરિસ્થિતિ ફક્ત જટીલ થઈ રહી છે. વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાની સંભાવના ઓછી થઈ રહી છે. સંપર્ક સ્થાપિત થવાની થોડી તક છે કે નહીં તેવા પ્રશ્નનાં જવાબમાં અધિકારીએ  જણાવ્યું હતું કે, તે ઘણું મુશ્કેલ જણાય છે. અહીં સ્થિત ઇસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કની એક ટીમ સતત લેન્ડર સાથે ફરીથી કનેક્ટ થવાનો પ્રયાસ કરી રહી છે.

લેન્ડરને નુકસાન થવાની સંભાવના છે
અધિકારીએ કહ્યું કે, જો યોગ્ય દિશામાં રહેવાની સ્થિતિમાં, તે હજી પણ સોલર પેનલને લીધે ઉર્જા ઉત્પન્ન કરી શકે છે અને ફરી બેટરી ચાર્જ કરી શકે છે. તેની તકો ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ઇસરોના અન્ય એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ચંદ્ર સપાટી પર વિક્રમની સખત ઉતરાણથી ફરીથી કનેક્ટ થવું મુશ્કેલ બન્યું કારણ કે તે કદાચ તે દિશામાં ન હોઇ શકે કે જેનાથી તેને સંકેતો મળી શકે છે. ચંદ્ર સપાટી પર આંચકો લાગવાથી લેન્ડરને નુકસાન થવાની પણ આશંકા હતી.

#ચંદ્રયાન-2 : ઇસરોએ આ સાથે તે પણ જાણકારી આપી હતી કે,  તેની ભ્રમણકક્ષામાં સ્થાપિત ઓર્બિટર આવતા 7 વર્ષ સુધી ચંદ્રના રહસ્યોને ઉજાગર કરતું રહેશે જેનાતી તેનાં રહસ્યો આંકવામાં મદદ મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન