કાશ્મીરના સમર્થનમાં મુઝફ્ફરાબાદમાં શુક્રવારે ઇમરાન ખાનના સમર્થનમા એક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મ યોજાય તે પહેલા જ મોટી સંખ્યામાં લોકોએ ‘ગો નિયાઝી ગો બેક’ ના નારા લગાવ્યા હતા.
ઇમરાનના નામ સાથે જોડાયેલ નિયાઝી અટક પાકિસ્તાનીઓને 1971 ના યુદ્ધમાં ભારતના હાથે શરમજનક પરાજયની યાદ અપાવે છે. પાકિસ્તાની સૈન્યના તત્કાલીન કમાન્ડિંગ ઑફિસર લેફ્ટનન્ટ જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીએ 16 ડિસેમ્બર, 1971 ના રોજ ભારતીય સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સામે શસ્ત્રો મૂક્યા હતા.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જુદા જુદા ભાગોમાં રહેતા નિયાઝી પખ્તુન છે. પાકિસ્તાનમાં, તેઓ મોટાભાગે મિયાંવાલીમાં રહે છે. જોકે આમિર અબ્દુલ્લા નિયાઝી અને ઇમરાન ખાન નિયાઝી બંનેનો જન્મ લાહોરમાં થયો હતો.
અહેવાલ મુજબ શુક્રવારના આ કાર્યક્રમમાં કોઈ નોંધપાત્ર ભીડ જોવા મળી ન હતી અને સામાન્ય લોકો ઘટનાથી દૂર રહ્યા હતા. વહીવતી તંત્ર દ્વારા સરકારી અધિકારીઓને ત્યાંની જગ્યા ભરવા માટે લાવવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ આ કાર્યક્રમને ફ્લોપ શો કહ્યો.
ગુરુવારે પણ જ્યારે રાષ્ટ્રપતિ આરીફ અલ્વી સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી પાર્ટીના સભ્યોએ ઈમરાન પર નિશાન સાધતા ‘ગો નિઆઝી ગો’ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
