Not Set/ INDvsSA T20 : દક્ષિણ આફ્રિકાની વેસ્ટ ઇન્ડિઝ જેવી હાલત કરવા ટીમ ઈન્ડિયા આજે ઉતરશે મેદાને

મોહાલીનાં પંજાબ ક્રિકેટ એસોસિએશનનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં આજે ટી-20 શ્રેણીની બીજી મેચ ભારતીય ક્રિકેટ ટીમ અને મહેમાન દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાશે. આ શ્રેણીની શરૂઆત ધર્મશાળામાં થવાની હતી પરંતુ વરસાદને કારણે પહેલી ટી-20 મેચ થઈ શકી ન હોતી. દરેકની નજર હવે બીજી ટી-20 પર છે જ્યાં બંને ટીમો જીત સાથે પોતાનું ખાતું ખોલવાનો પ્રયત્ન કરશે. […]

Top Stories Sports

મોહાલીનાં પંજાબ ક્રિકેટ એસોસિએશનનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં આજે ટી-20 શ્રેણીની બીજી મેચ ભારતીય ક્રિકેટ ટીમ અને મહેમાન દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાશે. આ શ્રેણીની શરૂઆત ધર્મશાળામાં થવાની હતી પરંતુ વરસાદને કારણે પહેલી ટી-20 મેચ થઈ શકી ન હોતી. દરેકની નજર હવે બીજી ટી-20 પર છે જ્યાં બંને ટીમો જીત સાથે પોતાનું ખાતું ખોલવાનો પ્રયત્ન કરશે. ભારતીય ચાહકો ફરી એક વખત આ મેચમાં તેમના બે સૌથી મોટા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે- રોહિત શર્મા અને વિરાટ કોહલી, જે કેટલાક મોટા રેકોર્ડની ઘણી નજીક પહોચી ગયા છે.

ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ વરસાદનાં કારણે રદ્દ થઇ ગયા બાદ બુધવારે અહીંનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે યોજાનારી બીજી ટી-20 મેચમાં લીડ લેવાનાં ઇરાદાથી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો મેદાનમાં ઉતરશે. રવિવારે ધર્મશાળામાં બંને ટીમો વચ્ચેની પહેલી મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ્દ કરવામાં આવી હતી. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસનાં શાનદાર સમાપન બાદ ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતે ટેસ્ટ, વનડે અને ટી-20 માં ક્લિન સ્વીપ કર્યું હતું. ભારતે વિન્ડિઝને દરેક ફોર્મેટમાં એકતરફી પરાજિત કર્યું હતું અને હવે તે દક્ષિણ આફ્રિકા સામે પણ કઇક આવું જ કરવા માંગે છે.

વિન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ ખૂબ રન બનાવ્યા હતા, જ્યારે બોલરોમાં યુવા નવદીપ સૈનીએ ડેબ્યૂ શ્રેણીમાં જ પ્રભાવિત કર્યા હતા. જો કે વિન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મોટો તફાવત હોવા છતાં, હાર્દિક પંડ્યાનાં આગમનથી યજમાન ટીમ વધુ મજબૂત બની છે. વિન્ડિઝ પ્રવાસ પર તેને આરામ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા નવા કેપ્ટન ક્વિન્ટન ડી કોકનાં નેતૃત્વ હેઠળ મેદાને ઉતરી રહ્યું છે અને તેના પ્રયત્નોએ નવી શરૂઆત કરી જ્યાં તે પોતાની જૂની ભૂલો સુધારી શકે અને નવી અને વધુ સારી ટીમ બની શકે. ટીમમાં ત્રણ નવા ચહેરાઓ ઉમેરવામાં આવ્યા છે. ટી-20 માં પહેલીવાર ટેમ્બા બાવુમા, બજરેન ફોર્ટ્યૂઇન અને એનરિક નોર્ટેજેએ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.