Not Set/ અમદાવાદ : કાયદો અને વ્યવસ્થા અંગે પરિમલ નથવાણીનું ટવીટ, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

જો કાયદા દ્વારાં સીધી લીટીમાં ન્યાય મળે તો આજકાલ ટ્વીટર દ્વારા ઘટના ને ટ્વીટ કરી જાહેર કરવામાં આવે છે. હાલ માં જ ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા પોતાના પ્રશ્નોને ટ્વીટર હેન્ડલ મારફતે વાચા આપવામાં આવી હતી. જેમ વધુ એક વધારો થયો છે. અમદાવાદાના સરદારનગર વિસ્તારમાં એક વેપારી સાથે બનેલી ઘટના અંગે ટવીટ કરીને રાજયસભા સાંસદ […]

Top Stories Ahmedabad Gujarat

જો કાયદા દ્વારાં સીધી લીટીમાં ન્યાય મળે તો આજકાલ ટ્વીટર દ્વારા ઘટના ને ટ્વીટ કરી જાહેર કરવામાં આવે છે. હાલ માં જ ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા પોતાના પ્રશ્નોને ટ્વીટર હેન્ડલ મારફતે વાચા આપવામાં આવી હતી. જેમ વધુ એક વધારો થયો છે.

અમદાવાદાના સરદારનગર વિસ્તારમાં એક વેપારી સાથે બનેલી ઘટના અંગે ટવીટ કરીને રાજયસભા સાંસદ અને રિલાયન્સ ગુજરાતના હેડ પરિમલ નથવાણીએ પોલીસ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે. તેમણે ટવીટ કર્યુ કે સરદારનગરમાં આ કેવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. ઉઘરાણી કરવા ગયેલા વેપારી પર ગુંડાતત્ત્વો હુમલો કરે છે.  તેને બળજબરીથી દારૂ પીવડાવે અને તેની કારને તોડફોડ કરે અને પોલીસ કંઈ કરે નહિ.

તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, તેમના મિત્ર અને વિહિપના સિનિયર કાર્યકર અને બિઝનેસમેન નરેશ શર્મા સરદારનગરમાં ઉઘરાણી કરવા ગયા હતા ત્યારે અસામાજિક તત્ત્વોએ તેમને લાકડી વડે માર માર્યો હતો. તેમને લૂંટી લેવાયા હતા. ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય તેવું સાબિત કરવાનો પ્રયાસ કરાયો. આ બાબતે પોલીસ ફરિયાદ કરાઈ છતાં કોઈ જ કાર્યવાહી થઈ રહી નથી. તેમણે સીએમને પણ ટેગ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.