વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં લોકોને ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી ચૂંટવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. અને કહ્યું હતું “અબ કી બાર ટ્રમ્પ સરકાર”.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ 50,000 ભારતીય-અમેરિકનોની વસ્તીવાળા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ડ્રમ અને ઢોલના અવાજ વચ્ચે મોદી અને ટ્રમ્પ મક્કમપણે એક બીજાના હાથ પકડીને સ્ટેજ પર આવ્યા હતા. ઘણા દર્શકોએ “હાઉડી, મોદી” લખેલ ટી-શર્ટ પહેરી હતી.
ટ્રમ્પને આવકારીને મોદીએ કહ્યું કે આપણે ભૂતકાળમાં કેટલીક બેઠકો કરી છે અને દર વખતે તેઓ ઉત્સાહ, મૈત્રીપૂર્ણ, ઉર્જાસભર રીતે મળે છે. હું પણ તેમના નેતૃત્વ અને તેમની અમેરિકા માટેની ઇચ્છાની પ્રશંસા કરું છું.
મોદીએ તેમના સફળ ચૂંટણી સૂત્ર ‘અબ કી બાર, મોદી સરકાર’ ને ફેરવી ટોળી ને નવું રૂપ આપ્યું હતું. અને કહ્યું, અબકી બાર ટ્રમ્પ સરકાર. આ જોઈને ટ્રમ્પ હસ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
