29 તારીખથી શરુ થતા નવરાત્રા માટે હાલ સુધી ગુજરાતનાં કોઇ પણ શહેરનાં કોઇ પણ ગરબા આયોજકોને NOC સાથે મંજૂરી મળી નથી. ગુજરાતમાં આ વખતે ગરબા સંચાલકોની ખેર નથી. સરકારે સેફ્ટી માટે વધુ કડક નિયમો બનાવ્યાં છે અને મંજૂરી વિના ગરબાનું આયોજન આયોજકો માટે ભારે પડી શકે તેવુ સરકારનું વલણ સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે.
મહિલાઓની સલામતી, પાર્કિંગની સુવિધા, CCTVની સુવિધા, ફાયર સેફ્ટી, ઇમર્જન્સી સારવાર(એમ્બ્યુલન્સ)ને લઈને સરકારે ગરબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. સુરતમાં 12 ગરબા આયોજકોએ, તો અમદાવાદ શહેરનાં 28 ગરબા આયોજકોએ પોલીસ કમિશનરને ગરબા યોજવા અરજી કરી છે. જો કે, ફાયર સેફ્ટી તેમજ તમામ બીજા સફ્ટી નોર્મ્સ ને ધ્યાને રાખી કોઇ પણ ગરબા ઓપરેટરને મંજૂરી આપવામાં આવી નથી. તમામ ગરબા આયોજકો દ્વારા ફાયર સેફટીની મંજૂરી મેળવવા દોડધામ શરૂ કરી દોવામાં આવી છે. તો સાથે સાથે આ વખતે નવરાત્રી ગરબા સંચાલકોએ પણ ટિકિટ દરનો જીએસટી નંબર આપવાનો રહેશે. આના કારણે ગરબા સંચાલકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.
નવરાત્રીના ગરબા ગુજરાતની પોતાની વૈશ્વિક ઓળખ છે. જેને હવે કચરો હવે માત્ર 7 દિવસ બાકી છે. હજુ સુધી સુરતનાં 12 અને અમદાવાદનાં 28 આયોજકોએ પોલીસ કમિશનર કચેરીથી નવરાત્રીના ગરબા માટે પરવાનગી માંગી છે. જ્યારે અનેય મોટા શહેરોનાં ગરબા આયોજકો દ્વારા આ મામલે કોઇ ખાસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું નથી. જેમણે મંજૂરી માગી છે તેમાં ત્રણ ક્લબો, પાર્ટી પ્લોટ અને હોલના સંચાલકનો સમાવેશ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસે ગરબાનું આયોજન કરવાની નીતિઓ નક્કી કરી છે. ગરબા આયોજકોએ મહિલાની સલામતી, પાર્કિંગ, સુરક્ષા, અગ્નિ સુરક્ષા સહિતની અનેક સુવિધાઓ પૂરી પાડવાની છે. આ વખતે આ 28 ગરબા સંચાલકોએ ફાયર બ્રિગેડની એનઓસી મળી નથી.
રાજ્યના ગૃહ વિભાગે ફાયર સેફ્ટી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિક ફીટીંગ માટે સરકાર માન્ય પ્રમાણપત્ર, જનરેટરની વ્યવસ્થા, ઓપરેટરો પાસેથી સીસીટીવી કેમેરાની વિગતો માંગી છે. ઓપરેટરોએ ગરબામાં આવનારી મહિલાઓની સુરક્ષા પૂરી પાડવી પડશે. તેમને કટોકટી સમયે ડોક્ટર અથવા એમ્બ્યુલન્સ પણ આપવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
