Not Set/ ઉન્નાવ રેપ કેસ : પીડિતાને એઇમ્સમાંથી મળી રજા, કોર્ટે દિલ્હીમાં જ રોકાવા નિર્દેશ આપ્યો

ચાલુ વર્ષે જુલાઇમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઉન્નાવ રેપ પીડિતાને મંગળવારે સાંજે દિલ્હીના એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, યુવતીની સલામતીને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને દિલ્હીમાં જ રહેવાની સૂચનાઓ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના પ્રખ્યાત ઉન્નાવ રેપ  કેસની પીડિતાની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. 28 જુલાઈની આ ઘટનામાં પીડિતાની કાકી અને […]

Top Stories India

ચાલુ વર્ષે જુલાઇમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઉન્નાવ રેપ પીડિતાને મંગળવારે સાંજે દિલ્હીના એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, યુવતીની સલામતીને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને દિલ્હીમાં જ રહેવાની સૂચનાઓ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના પ્રખ્યાત ઉન્નાવ રેપ  કેસની પીડિતાની કાર ટ્રક સાથે ટકરાઈ હતી.

28 જુલાઈની આ ઘટનામાં પીડિતાની કાકી અને માસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને અગાઉ લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટની દખલ બાદ બંનેને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીબીઆઈ હાલમાં મહિલાના બળાત્કાર અને તેના રહસ્યમય માર્ગ અકસ્માત બંનેની તપાસ કરી રહી છે. આ કેસમાં મુખ્ય આરોપી ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર હાલ જેલમાં છે.

પરિવારે જણાવ્યું કે ગામમાં જીવ જોખમમાં છે

આ પહેલા મંગળવારે સવારે દિલ્હીની એક અદાલતને એવી માહિતી મળી હતી કે પીડિતાની તબિયત સુધર પર છે અને તેને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ કેસમાં યુપીના સેક્રેટરી અને પીડિતના પરિવારના સભ્યોએ પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યોએ જણાવ્યું કે પીડિતાને તેના ગામમાં જીવનું જોખમ છે. તેને ધ્યાનમાં રાખીને અદાલતે પીડિતાને એઇમ્સનાં  જય પ્રકાશ નારાયણ (જેપીએન) ટ્રોમા સેન્ટરની હોસ્ટેલમાં આગામી સાત દિવસ સુધી રાખવા કોર્ટે આદેશ કર્યોછે.  કોર્ટ  આ કેસની સુનાવણી 28 સપ્ટેમ્બરે કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.