પાકિસ્તાન, ભારતમાં પોતાના ભાળાનાં ટટુ સમા આતંકીઓને કોઇ પણ હાલતમાં ઘૂસાળવા હાલ મરણીયું થયું છે. PoK અને LoC પર ઘૂસણખોરી માટે પાકિસ્તાન પ્રેરીત આતંકી ઘૂસવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કાશ્મીરમાં ઘૂસણખોરી કરી ભારતમાં મોટા આતંકી હુમલાઓ કરવાની પાકની આ ના-પાક મંછા પર ભારતી સૈન્ય ઠંડુ પાણી રેહી રહ્યું છે. પણ પાકિસ્તાનનો મંત્ર છે તેમ “હમ નહી સુઘરેંગે”. પાકિસ્તાન તરફી ઘૂસણીયા આતંકી દ્વારા ફરી LoC પરથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો ભારતીય સેના દ્રારા કંઇક આવી રીતે જવાબ દેવામાં આવ્યો.

પાકિસ્તાન તરફી આતંકી જેવા સીમા ઘૂસ્યા કે સાબદું ભારતીય સૈન્ય પારખી ગયુંં અને આતંકી પર ઘૂઆધાર ગોળીઓ વરસાવાની શરૂ કરવામાં આવતા જવાબ દેવામાં આવ્યો કે “હમસે ટક્કર”. ભારતીય સૈન્યની વળતી કાર્યવાહીથી પાકિસ્તાની ઘૂસણખોરો ઉભી પૂછડીએ જીવ બચાવી મુઠ્ઠીઓ વાળતા નજર આવ્યા હતા.
જુઓ આ વીડિયોમાં કેવી રીતે ઉંભી પૂછડીએ ભાગ્યા આતંકીએ……
Indian Army detected Pakistani terrorists near LoC in Kashmir’s Kupwara sector on 30 Jul.Indian troops started firing at them as soon as terrorists were detected&forced them to return to their territory.They were attempting to infiltrate&carry out attacks on Indian positions. pic.twitter.com/WlKT9VF6Cd
— ANI (@ANI) September 27, 2019
સેના દ્વારા હાલતો આવા અનેક કિસ્સામાં ચાંપતી નજર રાખી પાકિસ્તાન પ્રેરીત આતંકીઓને ખદેડી દેવામાં આવી રહ્યા છે. પરંતુ ભારત માટે હાલ “જનર હટી દુર્ધટના ઘટી” જેવી સ્થિતિ છે અને ભારતના રક્ષામંત્રી અને સેના ચીફ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 500થી વધુ આતંકી તરાપમાં છે કે ક્યારે ભારતમાં ઘૂસે. ત્યારે ભારતીય સેના પણ તેને યોગ્ય જવાબ દેવા આટલી જ આતુર અને સક્ષમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
