Not Set/ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીને લઈને અરજી પર સુપ્રીમ કોર્ટનો સુનાવણીથી ઇનકાર

સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્યસભાના સભ્ય વાઈકોની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, વાઇકો દ્વારા પોતાની અરજીમાં જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા કોર્ટે સમક્ષ રજૂ કરવાની માંગ કરી હતી. કોર્ટેને કહ્યું કે એમડીએમકનાં નેતા જાહેર સલામતી કાયદા હેઠળ કસ્ટડીના આદેશને પડકાર આપી શકે છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે વાઈકોના સલાહકારને કહ્યું, “તેઓ […]

India

સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્યસભાના સભ્ય વાઈકોની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, વાઇકો દ્વારા પોતાની અરજીમાં જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા કોર્ટે સમક્ષ રજૂ કરવાની માંગ કરી હતી. કોર્ટેને કહ્યું કે એમડીએમકનાં નેતા જાહેર સલામતી કાયદા હેઠળ કસ્ટડીના આદેશને પડકાર આપી શકે છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે વાઈકોના સલાહકારને કહ્યું, “તેઓ (અબ્દુલ્લા) જાહેર સલામતી અધિનિયમ હેઠળ કસ્ટડીમાં છે.”

વાઈકોના વકીલે જમ્મુ-કાશ્મીર વહીવટની વર્તણૂક પર સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં 16 સપ્ટેમ્બરની સુનાવણીની થોડી મિનિટો પહેલા જ જમ્મુ-કાશ્મીર જાહેર સલામતી કાયદા હેઠળ અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી હતી.

બેંચમાં જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટિસ એસ.એ. નાઝિર પણ સામેલ છે. ખંડપીઠે કહ્યું કે અરજદાર જમ્મુ કાશ્મીર જાહેર સલામતી અધિનિયમ હેઠળ સક્ષમ સત્તા સમક્ષ અબ્દુલ્લા સામે અટકાયત કરવાના આદેશને પડકાર આપી શકે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.