ગરબા – ગુજરાતની નશ – નશમાં જે વસેલા છે, પરીક્ષાનું પરીણામ હોય, કોઇનાં લગ્ન હોય કે કોઇ પણ ઇવેન્ટ હોય, અરે ગણપતિ મહોત્સવ હોય કે શિવરાત્રીનો મેળો, કાના જન્મદિવસ હોય કે જગનન્નાથ યાત્ર, કોઇ પણ સંઘ હોય કે પ્રસંગ જો ગુજરાતમાં હોય તો ડાંડીયા રાસ વિના સંપન્ન ગણાય જ નહી અને ઉજવાઇ પણ નહીં. ત્યારે નવરાત્રીની તો વાત જ શું કરવી. ગરબા જે ગુજરાતનાં યુવાધને નોરતાનાં નવ દિવસ જ નહીંં પરંતુ નોરતાનાં આગમન પહેલા મહિનાઓથી થનગનાવી રહ્યા હોય છે. તે નોરતા નવરાત્રીમાં જો રમી ન શકાય તો કેવી હાલત થાય? તે સમજી શકાય તેવી વાત છે
આ વર્ષે પણ કંઇક આવું જ જોવામાં આવી રહ્યું છે અને વર્ષારાણીએ ગરબા વોશ કરી નાખ્યાં છે. જી હા હિક્કા વાવાઝોડાની અસરને કારણે ગુજરાત પર વરસાદી સંકય છેવાયેલું છે અને અવિરત વરસતા વરસાદનાં કારણે અનેક શહેરોમાં ગરબાને કેન્સલ કરવાની ફરજ પડી છે.
અમદાવાદમાં આજે ભારે વરસાદને કારણે ગરબાનો કાર્યક્રમ રદ થયેલ જાહેર કરવામાં આવ્યા છે. રદ ગરબા કાર્યક્રમમાં બ્લુ લગૂન પાર્ટી પ્લોટ (એસ.જી.હાઈવે), રાધે ઉપવન (હાથીજણ સર્કલ), દયાવાન પાર્ટી પ્લોટ (એસ. પી. રિંગરોડ), દેવશ્ર્યા ફાર્મ (એસ.પી. રીંગરોડ) અને મણિનગર કોઈ મણિયારો (મણિનગર) સહિતનાં તમામ ગરબા કોન્સલ કરી દેવામાં આવ્યા છે.
તો વડોદરા શહેર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, હિંમતનગર સહિત લગભગ તમામ શહેરોનાં ગરબા પણ કેન્સલ કરવામાં આવ્યા હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ ગઇ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિરત વર્ષી રહેલા વરસાદનાં કારણે ગરબાનાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જતા ગરબા ધોવાઇ ગયા હોવાની લાગણી જોવા મળી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
